✕

Mumbai: છઠ પૂજાને લઈને રાજકારણ ગરમાયું, સ્ટેશન પર ભોજપુરી ગીતને મુદ્દે પણ વિવાદ

12 November, 2026 08:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) કૉંગ્રેસ અને શિવસેના (UBT) દ્વારા દરિયા અને નદીના કિનારે પ્રદૂષણ અટકાવવા માટે કૃત્રિમ તળાવોમાં છઠ પૂજાનું આયોજન કરવાની માગણી કરવામાં આવી રહી છે.

છઠ પૂજા (ફાઈલ તસવીર)

મુંબઈમાં છઠ પૂજાને લઈને રાજકરણ ગરમાયું છે. એક તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) કૉંગ્રેસ અને શિવસેના (UBT) દ્વારા દરિયા અને નદીના કિનારે પ્રદૂષણ અટકાવવા માટે કૃત્રિમ તળાવોમાં છઠ પૂજાનું આયોજન કરવાની માગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ, મુંબઈના વડાલા રેલવે સ્ટેશન પર ભોજપુરી ગીતો વગાડવા અંગે શિવસેના (UBT) દ્વારા રેલવે પ્રશાસનને ફરિયાદ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં આ રીતે મોટા અવાજે ભોજપુરી ગીતો વગાડીને મુસાફરોને હેરાન કરવા જોઈએ નહીં. UBTએ ચેતવણી આપી છે કે જો આ ચાલુ રહેશે તો તેઓ આંદોલન કરશે. આ સાથે જ મહારાષ્ટ્રમાં સમુદ્ર અને નદીઓના કિનારે છઠ પૂજાની ઉજવણીનો પણ વિરોધ થઈ રહ્યો છે.

વિવાદ પર રેલવે અને મહાયુતિએ શું કહ્યું?

આ વિવાદ વધતાં, રેલવે પ્રસાશને કહ્યું કે રેલવે બોર્ડના નિર્દેશ પર છઠ પૂજાના સમયે ઉત્તર ભારતીય મુસાફરોની સુવિધા માટે લાઉડસ્પીકર દ્વારા જાહેરાતો કરવામાં આવી રહી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) આવતા મુસાફરોને માહિતી આપવા માટે વચ્ચે-વચ્ચે ગીતો પણ વગાડવામાં આવી રહ્યાં છે. બીજી તરફ બીજેપી અને શિંદે સેનાનું કહેવું છે કે ઘણા લોકો મરાઠી અને બિનમરાઠીનો વિવાદ ઊભો કરીને રાજકારણ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં જેટલી જાતિ, ધર્મ, અને પ્રાંતના લોકો છે તે બધા હળીમળીને રહે છે.

છઠ પૂજા અને ભોજપુરી ગેરરીતો પર વિવાદ 

મુંબઈમાં છઠ પૂજાને લઈને થતા રાજકારણ પર સંજય રાઉતનું પણ નિવેદન સામે આવ્યું છે. એમણે કહ્યું કે યુપી ચૂંટણીની રાજનીતિ મહારાષ્ટ્ર અને મુંબઈમાં ન લાવવી જોઈએ. યુએઈમાં ચૂંટણી છે, એટલે મુંબઈના રેલવે સ્ટેશનો પર હિન્દી અને ભોજપુરી ગીતો વગાડવામાં આવી રહ્યા છે આવું પેહલા ક્યારે પણ નથી થયું. દિવાળી, ક્રિસમસ, અને ઈદ જેવા તહેવારો પર આ પ્રકારના ગીતો નથી વગાડવામાં આવતા એમણે કહ્યું કે રેલવે સ્ટેશન પર જાહેરાત યાત્રીઓને ટ્રેનની માહિતી આપવા માટે થાય છે. તમે તમારા તહેવારો ઉજવો, અમે પણ તમારા તહેવારોમાં સામેલ થશું પણ તહેવારના નામે રાજકારણ કરવું ખોટું છે.

શું વિપક્ષ એક અસૂરી શક્તિ બની ગઇ છે? - આનંદ દુબે

મુંબઈમાં છઠના વિવાદને લઈને શિંદેસેનાના નેતા અને પ્રવક્તા આનંદ દુબેએ વિરોધ પક્ષને નિશાન બનાવ્યો. એમણે કહ્યું કે હિન્દુ તહેવારનો વિરોધ બાળાસાહેબ ઠાકરેના વંશજો કરી રહ્યા છે, જ્યારે બાળાસાહેબ ઠાકરેએ છઠ પર્વને ધામધૂમથી ઉજવવાના આશીર્વાદ આપ્યા હતા. આનંદ દુબેએ કહ્યું કે અસુરી શક્તિઓ પણ હિન્દુ તહેવારો અને દેવી-દેવતાઓનો વિરોધ કરતી હતી. શું વિપક્ષ એક અસૂરી શક્તિ બની ગઇ છે? શું યુપીમાં ચૂંટણી છે, એટલા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે? શું અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટીને આ વિરોધ મંજૂર છે? એમએનએસ અને યુબીટી શિવસેનાનો વિરોધ સમજી શકે છે? કૉંગ્રેસ પણ તેનો વિરોધ કરે છે કે પછી સમજવાદી પાર્ટીને પણ આ મંજૂર છે?

mumbai news mumbai sanjay raut congress bharatiya janata party mumbai local train wadala indian railways eknath shinde shiv sena maha yuti bal thackeray chhatrapati shivaji maharaj terminus csmt