ઔરંગાબાદથી વાઘની જોડી ભાયખલા ઝૂમાં આવશે

11 February, 2020 07:44 AM IST  |  Aurangabad

ઔરંગાબાદથી વાઘની જોડી ભાયખલા ઝૂમાં આવશે

પ્રતીકાત્મક તસવીર

વાઘની એક જોડીને આજે મંગળવારે અહીંથી મુંબઈના ભાયખલા ઝૂ ખાતે ખસેડવામાં આવશે એવી માહિતી એક અધિકારીએ આપી હતી.

શક્તિ અને કરિશ્મા નામનાં વાઘ અને વાઘણ હાલમાં ઔરંગાબાદના સિદ્ધાર્થ ગાર્ડન ઍન્ડ ઝૂમાં છે એમ સુપરિન્ટેન્ડન્ટ બી. એસ. નાઇકવાડેએ જણાવ્યું હતું.

ચાર હરણના બદલામાં તેમને (નર અને માદા વાઘને) મુંબઈના વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન ઍન્ડ ઝૂ (ભાયખલા ઝૂ)માં નવું નિવાસસ્થાન મળશે એમ તેમણે જણાવ્યું હતું. નર વાઘ શક્તિનો જન્મ નવેમ્બર, ૨૦૧૬માં થયો હતો, જ્યારે વાઘણ કરિશ્માનો જન્મ જુલાઈ ૨૦૧૪માં થયો હતો. સિદ્ધાર્થ ઝૂ પાસે ૧૩ વાઘ છે, જ્યારે સેન્ટ્રલ ઑથોરિટીએ નવ વાઘની પરવાનગી આપી છે. અગાઉ ઝૂ ખાતે નવ વાઘ હતા. સમૃદ્ધિ નામની વાઘણે ગયા એપ્રિલમાં ચાર બચ્ચાંને જન્મ આપતાં અહીં વાઘોની સંખ્યા ૧૩ થઈ ગઈ છે.

આ પણ વાંચો : મુંબઈ : કર્જતની જેલનું છાપરું ખોલીને પાંચ રીઢા હત્યારા ભાગી ગયા

નાઇકવાડેએ જણાવ્યા મુજબ ‘થોડા સમય અગાઉ સોલાપુર અને મુંબઈ ખાતેના ઝૂએ વાઘની જોડીની માગણી કરી હતી, પરંતુ રાજ્યના પાટનગર ખાતેની સુવિધા દ્વારા કરવામાં આવેલી માગણીને પ્રાથમિકતા આપવામાં આવી હતી.’ બદલામાં સિદ્ધાર્થ ઝૂ બે નર અને બે માદા હરણ મેળવશે.

byculla byculla zoo mumbai mumbai news