Mumbai Bus Accident: કુર્લા અકસ્માતમાં ચારનાં મોત, 29 જોખમી, અનેક વાહનો દબાયા

10 December, 2024 12:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Bus accident: મુંબઈના કુર્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા. આમાંના ઘણા ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. બસ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

Mumbai Bus accident: મુંબઈના કુર્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા. આમાંના ઘણા ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. બસ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

સોમવારે રાત્રે મુંબઈના કુર્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. બૃહન્મુંબઈ ઈલેક્ટ્રીક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસની બ્રેક ફેઈલ થવાને કારણે આ અકસ્માત થયો હતો. પાલિકાના એક અધિકારીએ આ માહિતી આપી હતી.

મુંબઈમાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. એક સ્પીડિંગ બસ બજારમાંથી પસાર થઈ, જેણે ઘણા લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 22થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં 3નાં મોત થયાં હોવાનું પણ સામે આવ્યું છે. ચાર લોકો હજુ પણ ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત મુંબઈના કુર્લા વિસ્તારમાં એલબીએસ રોડ પર થયો હતો. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે ભીડ એકઠી થઈ ગઈ છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

પ્રાથમિક તપાસમાં બસ ચાલક નશામાં હોવાનું બહાર આવ્યું છે. આમ છતાં તે બસ ચલાવી રહ્યો હતો. પોલીસે ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. આ ઘટના રાત્રે 10 વાગ્યે બની હતી. કુર્લા પશ્ચિમ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં બેસ્ટ બસનો ભયાનક અકસ્માત થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બેસ્ટ બસે રસ્તા પર ચાલી રહેલા 30 થી 22 લોકોને કચડી નાખ્યા, જેમાંથી 3 લોકોનાં મોત થયાં. ઘાયલોને સાયન અને કુર્લાની ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. આ દુર્ઘટના બુદ્ધ કોલોની પાસે ત્યારે થઈ જ્યારે BEST બસ રૂટ નંબર 332 કુર્લા સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. ત્યારબાદ આંબેડકર નગરમાં બુદ્ધ કોલોની પાસે બસ કાબૂ બહાર ગઈ હતી. પછી તે રસ્તા પર હાજર તમામ લોકોને કચડીને ચાલ્યો ગયો. સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કાર્યમાં લાગેલા છે.

બસે રાહદારીઓને કચડી નાખ્યા
BMC અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત કુર્લાના BSM ખાતે L વોર્ડ પાસે થયો હતો. બેસ્ટની બસ કુર્લા રેલવે સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. પરંતુ બસ અચાનક ડ્રાઈવરના કાબુ બહાર ગઈ હતી. બસે પહેલા રાહદારીઓને કચડી નાખ્યા અને પછી ત્યાં પાર્ક કરેલા કેટલાક વાહનો સાથે અથડાઈ. આ પછી બસ રહેણાંક સોસાયટીના ગેટ સાથે અથડાઈને થંભી ગઈ હતી.

ઘણા ઘાયલોની હાલત ગંભીર
ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરવાનું શરૂ કર્યું અને ઘાયલોને નજીકની ભાભા હોસ્પિટલમાં દાખલ કર્યા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અધિકારીના જણાવ્યા અનુસાર, એવી આશંકા છે કે અકસ્માતનું કારણ બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. અકસ્માત બાદ પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

બસ અકસ્માત રાત્રે 9.50 વાગ્યે થયોઃ ફાયર વિભાગ
પોલીસે બસ ચાલકની ધરપકડ કરી છે. મુંબઈ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આ બસ દુર્ઘટના રાત્રે 9.50 વાગ્યે થઈ હતી. કુર્લાની ભાભા હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ.અબ્દુલે જણાવ્યું કે 10 ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

mumbai news road accident brihanmumbai electricity supply and transport brihanmumbai municipal corporation mumbai fire brigade kurla andheri