અંધેરીમાંથી બે કરોડની કિંમતની ISIS ડ્રગ ગણાતી ટ્રેમેડૉલ ટૅબ્લેટ જપ્ત, ત્રણની ધરપકડ

30 July, 2025 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ISIS ડ્રગ ગણાતી ટ્રેમેડૉલની કુલ ૧,૧૧,૪૪૦ ટૅબ્લેટ સાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓ ભાવેશ શાહ, પ્રતીક ઉપાધ્યાય અને યોગેશ સિંહની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલે (ANC) અંધેરીના જે. બી. સર્કલ વિસ્તારમાંથી બે કરોડ રૂપિયાની કિંમતની ટ્રેમેડૉલ ટૅબ્લેટ જપ્ત કરી હતી. ISIS ડ્રગ ગણાતી ટ્રેમેડૉલની કુલ ૧,૧૧,૪૪૦ ટૅબ્લેટ સાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓ ભાવેશ શાહ, પ્રતીક ઉપાધ્યાય અને યોગેશ સિંહની ધરપકડ કરવામાં આવી હતી.

અંધેરીના જે. બી. સર્કલ વિસ્તારમાં રેઇડ પાડવામાં આવી હતી જ્યાંથી ટ્રેમેડૉલ ટૅબ્લેટ જપ્ત કરવામાં આવી હતી જેની કિંમત ઇન્ટરનૅશનલ માર્કેટમાં બે કરોડ આંકવામાં આવે છે. આરોપીઓ આ ટૅબ્લેટને કુરિયર દ્વારા સપ્લાય કરતા હતા. દિલ્હીમાં ૨૫ મેએ બંગાળી માર્કેટમાં એક વાહનને આંતર્યા બાદ આ રૅકેટની કડીઓ જોડવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો. ડિજિટલ પ્લૅટફૉર્મ, ક્રિપ્ટોકરન્સી અને શિપિંગ નેટવર્કની મદદથી આ ડ્રગનાં કન્સાઇનમેન્ટ ભારત, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને યુરોપમાં પહોંચાડવામાં આવે છે. આ રૅકેટના ભાગરૂપે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આ રૅકેટનું ઇન્ટરનૅશનલ કનેક્શન શોધવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

ટ્રેમેડૉલ ટૅબ્લેટ અસહ્ય દર્દને ઓછું કરવામાં મદદ કરે છે. તેથી અમુક વાર એનો ઉપયોગ અૅડિક્શન પછી કરવામાં આવતો હોય છે, પરંતુ એનો ઉપયોગ એડિઍન માટે થવા લાગતાં ટ્રેમેડૉલને કેન્દ્ર સરકારે એને ૨૦૧૮માં સાયકોટ્રૉપિક સબ્સ્ટન્સ તરીકે જાહેર કરી છે જેનો ઉપયોગ ગેરકાયદે ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS)નાં આતંકવાદી સંગઠનો પણ કરતાં હોય છે. તેથી એને ISIS ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે.

મીરા રોડમાંથી .૮૮ લાખની કિંમતની -સિગારેટ જપ્ત

મીરા રોડ-ઈસ્ટના કાણકિયા રોડ પરથી બાઇક લઈને પસાર થતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ યુનિટના અધિકારીઓએ આંતર્યો હતો જેની પાસેથી ૧.૮૮ લાખ રૂપિયાની કિંમતની ઇલેક્ટ્રૉનિક સિગારેટ (ઈ-સિગારેટ) જપ્ત કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘પોલીસને મળેલી બાતમીને આધારે મીરા રોડ પોલીસે રેહાન શેખ નામની વ્યક્તિને કાણકિયા રોડ પરથી ઝડપ્યો હતો. તેની પાસેથી વિવિધ બ્રૅન્ડની ઈ-સિગારેટ મળી આવી હતી. ૧.૮૮ લાખ રૂપિયાની કિંમતની સિગારેટ રાખવા માટેના કોઈ દસ્તાવેજ કે લાઇસન્સ આરોપી પાસે નહોતાં. એથી પોલીસે તેની ધરપકડ કરીને બાઇક પણ જપ્ત કરી હતી.

પ્રોહિબિશન ઑફ ઇલેક્ટ્રૉનિક સિગારેટ્સ ઍક્ટ, ૨૦૧૯ હેઠળ ગુનો નોંધીને આરોપીની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

andheri crime news mumbai crime news mumbai police anti narcotics cell food and drug administration news mumbai mumbai news