મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સફેદ હાથી સમાન : ઉદ્ધવ ઠાકરે

05 February, 2020 07:44 AM IST  |  Mumbai

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સફેદ હાથી સમાન : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સરખામણી સફેદ હાથી સાથે કરી છે. આ સાથે તેમણે કહ્યું છે કે હું આ પ્રોજેક્ટ પર નિર્ણય ત્યારે જ લઈશ જ્યારે મને વિશ્વાસ થઈ જશે કે આનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. એટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ અટકાવી દીધું છે. રોજગારનો હવાલો આપતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે પહેલાં અમે એ પ્રોજેક્ટ પર ચર્ચા કરીશું એ પછી જ કોઈ નિર્ણય લઈશું. ઉદ્ધવે કહ્યું હતું કે જો બુલેટ ટ્રેન આવવાથી મહારાષ્ટ્રમા રોજગાર વધશે તો જ એને રાજ્યમાં આવવા દેવાશે.

શિવસેનાના મુખપત્રને આપેલા ઇન્ટરવ્યુના બીજા ભાગમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કહ્યું હતું કે રાજ્યને કેન્દ્રકોષથી તએનો યોગ્ય ભાગ મળી રહ્યો નથી, જેનાથી ખેડૂતોને મદદ કરી શકાય. સરકાર દ્વારા ઘોષિત ખેડૂત માફી યોજના આગામી મહિનાથી લાગુ થશે. એ સાથે આશ્વાસન આપ્યું છે કે એક પણ ઉદ્યોગ રાજ્યમાંથી બહાર જવા દેવામાં આવશે નહીં.

આ પણ વાંચો : મુંબઈ: BMCનું 33,441 કરોડ રૂપિયાનું બજેટ : કરવેરામાં કોઈ ફેરફાર નહીં

કેન્દ્રની મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનાનો ઉલ્લેખ કરતાં ઠાકરેએ કહ્યું હતું કે એની વ્યાવહારિકતા પર વ્યાપક ચર્ચા થવી જોઈએ. બુલેટ ટ્રેનથી કોને ફાયદો થશે? મહારાષ્ટ્રમાં વેપાર અને ઉદ્યોગને એનાથી ફાયદો થશે? જો આ લાભદાયક છે અને મને વિશ્વાસ અપાવે અને પછી લોકો સમક્ષ જાય અને નિર્ણય લે કે શું કરવાનું છે. બુલેટ ટ્રેન ભલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી પરિયોજના હોઈ શકે છે, પણ તમે જ્યારે ઊંઘમાંથી જાગો છો ત્યારે ખબર પડે કે આ કોઈ સપનું નથી. તમારે હકીકતનો સામનો કરવાનો હોય છે.

mumbai ahmedabad mumbai news uddhav thackeray