Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: BMCનું 33,441 કરોડ રૂપિયાનું બજેટ : કરવેરામાં કોઈ ફેરફાર નહીં

મુંબઈ: BMCનું 33,441 કરોડ રૂપિયાનું બજેટ : કરવેરામાં કોઈ ફેરફાર નહીં

05 February, 2020 07:44 AM IST | Mumbai

મુંબઈ: BMCનું 33,441 કરોડ રૂપિયાનું બજેટ : કરવેરામાં કોઈ ફેરફાર નહીં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતની સૌથી સમૃદ્ધ ગણાતી મુંબઈ મહાનગરપાલિકાનું ૩૩,૪૪૧ કરોડ રૂપિયાનું બજેટ ગઈ કાલે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં કરવેરાના હાલના માળખાને ખલેલ કર્યા વગર બર્થ સર્ટિફિકેટ્સ અને વિવિધ પ્રકારનાં માર્કેટ લાઇસન્સની ફીમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાના બજેટના અંદાજ ગયા વર્ષના અંદાજની સરખામણીમાં ૮.૯૫ ટકા વધારે છે. વર્ષ ૨૦૧૯-’૨૦નું બજેટ ૩૦,૬૯૨ કરોડનું હતું. એ આંકડો વર્ષ ૨૦૧૮-’૧૯ના આંકડાની સરખામણીમાં ૧૨.૫ ટકા વધારે હતો.

વર્ષ ૨૦૨૦-’૨૧માં મહાનગરપાલિકાએ વિવિધ સાધનો દ્વારા ૨૮,૪૪૮ કરોડ રૂપિયાની આવક મેળવવાનું આયોજન કર્યું છે. વર્ષ ૨૦૧૯-’૨૦ના બજેટમાં ૨૪,૯૮૩ કરોડ રૂપિયાની અંદાજિત આવક મેળવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એની સરખામણીમાં આવકના અંદાજમાં ૧૩.૮૭ કરોડ રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી છે. આ બજેટમાં મુંબઈ મહાનગરપાલિકાએ આરોગ્ય, શિક્ષણ તથા અન્ય સુવિધાઓ તેમ જ માળખાકીય સુવિધાઓની યોજનાઓને નોંધપાત્ર ફાળવણી કરી છે. આવતાં ચાર વર્ષોમાં પૂર્ણ થનારા કોસ્ટલ રોડ પ્રોજેક્ટને ફાળવણીની ૧૬૦૦ કરોડ રકમમાં પચીસ ટકાની વૃદ્ધિ કરીને ૨૦૦૦ કરોડ રૂપિયા કરી છે. પ્રોજેક્ટની કુલ રકમ ૧૨,૭૨૧ કરોડ રૂપિયા છે. પાલિકાના બજેટમાં ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટને ૩૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

બજેટના દસ્તાવેજ મુજબ ૫૦૦ ચોરસફુટથી ઓછો કાર્પેટ એરિયા ધરાવતા ફ્લૅટ્સને મિલકતવેરો માફ કરવામાં આવ્યો હોવાથી મિલકતવેરા દ્વારા આવકનું પ્રમાણ છેલ્લા વર્ષમાં ઘટ્યું હતું.



મંત્રાલય દ્વારા પાલિકાને બચાવવાની યોજના
શિવસેના મુંબઈ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર બન્નેમાં સત્તા પર હોય એ સ્થિતિમાં પાલિકાનું પ્રથમ બજેટ
અનેક માર્ગો દ્વારા મુંબઈ મહાનગરપાલિકાની આવક વધારવાની વિગતવાર યોજના ઘડવામાં આવી
બજેટમાં કોસ્ટલ રોડ, નવું પ્રાણી સંગ્રહાલય, શહેરમાં સુધારા, સ્થાનિક પર્યટન જેવી શિવસેનાની માનીતી યોજનાઓ અગ્રેસર


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2020 07:44 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK