13 April, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથેની પ્રેસ-કૉન્ફરન્સમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં તમામ પ્રકારની પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે MUMBAI-1 નામનું સિંગલ કાર્ડ લૉન્ચ કરવામાં આવશે. આ સિંગલ કાર્ડથી મેટ્રો, મોનો રેલ, સબર્બન લોકલ ટ્રેન અને પબ્લિક ટ્રાન્સપોર્ટની બસમાં પ્રવાસ કરી શકાશે. એક મહિનામાં આ કાર્ડ તૈયાર થઈ જશે.
કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિન વૈષ્ણવે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં અત્યારે ૧,૭૩,૭૦૪ કરોડનાં કામ ચાલી રહ્યાં છે અને ૨૩,૭૭૮ કરોડ રૂપિયાના નવા કામને આ વર્ષે મંજૂરી આપવામાં આવી છે. મુંબઈ સબર્બન નેટવર્ક માટે ૨૩૮ નવી ઍર-કન્ડિશન્ડ (AC) ટ્રેન બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે અને આ ટ્રેનોનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થઈ જશે. મુંબઈના રેલવેના નેટવર્કને ટ્રાન્સફૉર્મ કરવા માટે ૧૭,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યા છે.’