25 August, 2025 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીફળ વધેરીને અને પૂજા કરીને રવાના કરવામાં આવી કોકણની બસને
ગણેશોત્સવમાં વતનના ઘરે ગણપતિબાપ્પાની સ્થાપના કરતા કોકણવાસીઓને આવવા-જવામાં સરળતા રહે એ માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)એ એટલે કે STએ ૫૦૦૦ સ્પેશ્યલ બસ ફક્ત કોકણ માટે જ ફાળવી છે. એ સ્પેશ્યલ બસમાંની પહેલી બસ મહત્ત્વના એવા પરેલ ડેપોથી કોકણ જવા નીકળી ત્યારે અધિકારીઓ દ્વારા શ્રીફળ વધેરીને અને હારતોરા કરીને એની પૂજા કરવામાં આવી હતી. એટલું જ નહીં, એ પૂજા વખતે એ બસમાં પ્રવાસ કરનારા ગણેશભક્તોએ ચંપલ કાઢીને પૂજામાં સાથ પુરાવ્યો હતો અને ત્યાર બાદ જ બસમાં બેઠા હતા. થાણે, નવી મુંબઈ, પનવેલ અને પાલઘરથી પણ કેટલીક સ્પેશ્યલ બસ દોડાવવામાં આવશે.
તસવીરો : અતુલ કાંબળે