✕

વિધાનસભ્ય પરાગ શાહ રાજ્યપાલ દ્વારા જૈન સમાજ રત્ન પુરસ્કારથી સન્માનિત

05 October, 2026 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરાગ શાહને મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માના શુભ હસ્તે પ્રતિષ્ઠિત ‘જૈન સમાજ રત્ન’ પુરસ્કાર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પરાગ શાહને મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માના શુભ હસ્તે પ્રતિષ્ઠિત ‘જૈન સમાજ રત્ન’ પુરસ્કાર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારત જૈન મહામંડળ દ્વારા આયોજિત ‘સામૂહિક ક્ષમાપના, વિશ્વ મૈત્રી દિવસ અને જૈન સમાજ રત્ન અલંકરણ સમારોહ’માં ઘાટકોપર-ઈસ્ટના સેવાભાવી વિધાનસભ્ય પરાગ શાહને મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માના શુભ હસ્તે પ્રતિષ્ઠિત ‘જૈન સમાજ રત્ન’ પુરસ્કાર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રવિવારે ૪ ઑક્ટોબરે ઘાટકોપર-ઈસ્ટસ્થિત આરાધ્યા ભક્તિ પાર્ક, હૉકી ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય સમારોહ અત્યંત ઉત્સાહપૂર્ણ અને મંગલમય વાતાવરણમાં યોજાયો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા, મુંબઈનાં મેયર રિતુ તાવડે, સમાજસેવક શિવલાલ પોખરણા સહિત વિવિધ ક્ષેત્રોના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહમાં જનસંત શ્રમણ ઉપાધ્યાય ૧૦૮ શ્રી વિરંજનસાગરજી મ.સા., ભ્રમણમુનિ ૧૦૮ શ્રી વિસૌમ્યસાગરજી મ.સા., પ.પૂ. મુનિરાજ શ્રી મુક્તિનીલયવિજયજી મ.સા., રાષ્ટ્રસંત પ.પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. તેમ જ આચાર્ય શ્રી મહાશ્રમણ મ.સા.નાં વિદુષી શિષ્યા સાધ્વી શ્રી નિર્વાણશ્રીજી અને સાધ્વી શ્રી ડૉ. યોગક્ષેમપ્રભાજીના પાવન સાંનિધ્યનો લાભ પ્રાપ્ત થયો. સમાજસેવા, જનકલ્યાણ અને સામાજિક જવાબદારીના ક્ષેત્રે પરાગ શાહે આપેલા નોંધપાત્ર યોગદાનને બિરદાવતાં તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારત જૈન મહામંડળ દ્વારા આયોજિત આ ભવ્ય સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર અને પ્રશંસનીય યોગદાન આપનાર અન્ય મહાનુભાવોને પણ ‘જૈન સમાજ રત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

mumbai news mumbai ghatkopar bharatiya janata party jain community maharashtra government gujaratis of mumbai gujarati community news