Mission Begin Again: મહારાષ્ટ્રમાં જિલ્લા પ્રવાસની છૂટ, મળશે ઘરે છાપાં

04 June, 2020 10:53 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Mission Begin Again: મહારાષ્ટ્રમાં જિલ્લા પ્રવાસની છૂટ, મળશે ઘરે છાપાં

મહારાષ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે ટ્વિટર પર જાહેરાત કરતાં કહ્યું કે હવે તબક્કાવાર છૂટ આપવાની શરૂઆત કરાશે. નવા સુધારાઓ અનુસાર મહારાષ્ટ્રમાં અમુક છૂટછાટની પરવાનગી મળશે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટ્વિટર પર તબક્કાવાર લૉકડાઉનમાં મળનારી છૂટ અંગે જાહેરાત કરી હતી.

 

નવા ફેરફારો અનુસાર ઓપન એર જીમ્સ અને હિંચકા વગેરે નહીં ચાલી શકે અને રસ્તા તથા શેરીઓની એક બાજુની દુકાનો ચાલુ રહી શકશે. 7મી જૂનથી તો અખબારો પણ ઘરે ઘરે પહોંચી શકશે અને 8મી જૂનથી ખાનગી ઑફિસીઝ 10 ટકા સ્ટાફ સાથે કામ કરી શકશે.

મહારાષ્ટ્ર સરકારનાં નવા સુધારાઓને પગલે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ઉત્તરવાહીનો તપાસ કરવા માટે ચાલુ કરાશે અને ઇ શિક્ષણ માટેનો કોર્સ તૈયાર કરવા માટે પણ આ વ્યવસ્થા ખડી કરાશે જ્યાં શિક્ષકો શાળાઓમાં જઇને કામ કરી શકશે. નવી ગાઇડલાઇન્સ અનુસાર જીલ્લામાં અંદરો અંદર મુસાફરી કરી શકાશે, એવા વિસ્તારો જે મ્યુનિસિપલ કોર્પોરેશન અને મુંબઇ મેટ્રોપોલિટન રિજનની અંતર્ગત હોય. જો કે એસઓપી અનુસાર લોકોની આવનજાવન પર નિયંત્રણ હશે જે ગૃહમંત્રાલયે જાહેર કરેલો છે.

નિસર્ગ વાવાઝોડું મુંબઇમાંથી પસાર થયું તે પછી મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામનો આભાર માન્યો જેમણે શહેરને સલામત રાખવામાં મદદ કરી હતી. તેમણે લૉકડાઉન લંબાવવા અંગે જે છેલ્લે ટેલિવિઝનથી સંવાદ સાધ્યો હતો તેમણે કહ્યું હતું કે લૉકડાઉન હવે જાણે જિંદગીનો ભાગ બની ગયો છે.

નવી છુટછાટની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે લૉકડાઉન આપણી જિંદગીનો હિસ્સો બની ચુક્યું છે અને હું આજે સૌને કહું છું કે લૉકડાઉનને પડતું મુકો અને મિશન બિગીન અગેઇનને અપનાવો. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર તબક્કાવાર લૉકડાઉન ખોલશે અને તેમણે લોકોને અપીલ કરી કે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો જાળવજો અને માસ્ક પહેરાવાનું ચુકશો નહીં.

uddhav thackeray maharashtra mumbai news lockdown covid19 coronavirus