24 July, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
વેસ્ટર્ન રેલ્વે દ્વારા માહિતી શેર કરવામાં આવી છે કે મીરા રોડ સ્ટેશન (Mira Road) પર મેઇન્ટેનન્સના ભાગરૂપે, પ્લેટફોર્મ નં. 1નો એક દાદરો 25 જુલાઈ, 2025ની રાત્રીથી જાહેર જનતા માટે બંધ કરવામાં આવનાર છે. આ પ્લેટફોર્મ-દાદરો બંધ થવાથી બીજા દક્ષિણ બાજુના ફૂટ ઓવર બ્રિજ (એફઓબી)ની દક્ષિણ બાજુની સીડી પર અસર અસર થશે. રેલવે અધિકારીઓએ આ સંદર્ભે માહિતી આપતાં જણાવ્યું હતું કે જરૂરી મેઇન્ટેનન્સનું કામ હાથ ધરવા માટે આ દાદરો તોડી પાડવામાં આવશે. જોકે, રેલ્વે તરફથી વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.
તો, યાત્રીઓ શેનો ઉપયોગ કરી શકશે?
રેલ્વે અધિકારીઓ દ્વારા આ માહિતી આપતાની સાથે જ જણાવાયું છે કે મુસાફરોને મુશ્કેલી ન થાય તે માટે અન્ય ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. જેમાં (Mira Road) યાત્રીઓ પ્લેટફોર્મ નં. 1 પર સેન્ટ્રલ એફઓબી, નોર્થ એફઓબી અને સાઉથ એફઓબી સાથે જોડાયેલ દાદરા, એસ્કેલેટર્સ અને લિફ્ટ્સનો ઉપયોગ કરી શકે છે.
રેલ્વેએ યાત્રીઓને થનાર અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે
રેલવે સત્તાવાળાઓએ યાત્રીઓને થનાર આ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે. સાથે જ મુસાફરોને આ કામકાજ દરમિયાન તેમના પ્રવાસનું યોગ્ય આયોજન કરવા જણાવ્યું છે. વેસ્ટર્ન રેલ્વેએ આપેલી સુચના અનુસાર આ દાદરો (Mira Road) 25મી જુલાઈ, 2025ની રાતથી યાત્રીઓ માટે બંધ કરી દેવામાં આવશે.
ઓછા ઉપયોગમાં લેવાતા એફઓબી પર બગાડવામાં આવ્યા છે કરોડો રૂપિયા!
છેલ્લા બે દાયકામાં રેલવેએ સમગ્ર મુંબઈમાં ઘણા બધા ફૂટ ઓવરબ્રિજ (એફઓબી)નું નિર્માણ કર્યું છે. જો કે, તેમાંથી ઘણા બ્રીજ તો એવી જગ્યાએ બાંધવામાં આવ્યા છે જ્યાં તેનો ઉપયોગ થતો જ નથી.
મીરારોડ સ્ટેશનને પણ અપગ્રેડ કરવાનું ચાલુ જ છે
અ સાથે જ તમને જણાવી દઈએ કે આ વર્ષના અંત સુધીમાં મીરા રોડ (Mira Road) પણ મેટ્રો સાથે કનેક્ટ થવા જઈ રહ્યું છે. અહીં ઓવરહેડ પાવર લાઈનો સક્રિય કરવામાં આવનાર છે. વધતા જતા પેસેન્જર ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે મીરા રોડ પર પશ્ચિમ રેલવે સ્ટેશનને પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. નવું કાશીગાંવ મેટ્રો સ્ટેશન વર્તમાન મીરા રોડ WR સ્ટેશનથી લગભગ 1.4 કિમી પૂર્વમાં સ્થિત છે. મેટ્રો લાઇન 9 જે અંધેરી-દહિસરથી મીરા ભાયંદર સુધીની રેડ લાઇન 7નું એક્સટેન્શન છે. જે પ્રથમ તબક્કામાં અંધેરી (WEH)થી કાશીગાંવ સુધી અને બીજા તબક્કામાં સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ, ભાયંદર પશ્ચિમ સુધી સીધી મેટ્રો લિંકને સક્ષમ બનાવશે. સમગ્ર રેડ લાઇન 9માં આઠ સ્ટેશનો છે, જેમાં દહિસર, પાંડુરંગ વાડી, મિરાગાંવ, કાશીગાંવ, સાંઈ બાબા નગર, મેદિતિયા નગર, શાહિદ ભગતસિંહ ગાર્ડન અને સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમનો સમાવેશ થાય છે.