ભાઈંદરના તળાવમાં ૬ ફુટથી નાની ગણેશમૂર્તિઓનું પણ વિસર્જન, પોલીસે ૨૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી

02 September, 2025 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘટનાની જાણ MBMCના અધિકારીઓને થતાં તેમણે વિસર્જન અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે હાજર લોકોએ MBMCના અધિકારીઓને ગાળો ભાંડીને તેમની સાથે ધક્કામુક્કી કરી હતી

પ્રતીકાત્મક તસવીર

ભાઈંદર-વેસ્ટના રાયગાવમાં આવેલા નૈસર્ગિક તળાવમાં દોઢ દિવસના ગણપતિની મૂર્તિઓના વિસર્જન વખતે ૬ ફુટથી નાની મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવ્યું હોવાનું જાણ્યા બાદ રવિવારે મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ના અધિકારીઓએ ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં ૨૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. હાઈ કોર્ટના આદેશ અનુસાર ૬ ફુટ અથવા એનાથી મોટી મૂર્તિનું જ કુદરતી તળાવમાં વિસર્જન થવું જોઈએ પરંતુ સ્થાનિક લોકોએ રાયગાવ તળાવની બહારનાં તાળાં તોડીને એકથી દોઢ ફુટની મૂર્તિનું વિસર્જન કર્યું હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો હતો એટલું જ નહીં, ઘટનાની જાણ MBMCના અધિકારીઓને થતાં તેમણે વિસર્જન અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે હાજર લોકોએ MBMCના અધિકારીઓને ગાળો ભાંડીને તેમની સાથે ધક્કામુક્કી કરી હતી. આ મામલે પોલીસે ૭ આરોપીઓની ઓળખ કરીને બીજા આરોપીઓની ઓળખ કરવા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવાની શરૂઆત કરી છે.

bhayander mira bhayandar municipal corporation news ganpati ganesh chaturthi festivals mumbai mumbai police mumbai news