રાજકીય લાભ માટે હિંદુત્વનો ઉપયોગ કરનાર BJP સાથે શિવસેનાએ 25 વર્ષ બગાડ્યા

24 January, 2022 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાર્ટીના સ્થાપક અને તેમના પિતા બાલ ઠાકરેની 96મી જન્મજયંતિ પર શિવસૈનિકોને ડિજીટલી સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) રવિવારે ભાજપ પર રાજકીય સગવડ મુજબ હિન્દુત્વનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો, કહ્યું કે તેમની પાર્ટી રાજ્યની બહાર પોતાને ફેલાવવાનો પ્રયાસ કરશે અને રાષ્ટ્રીય ભૂમિકા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખશે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંકોચાઈ ગયું છે કારણ કે અકાલી દળ અને શિવસેના જેવા જૂના સહયોગીઓ પહેલાથી જ તેમાંથી બહાર નીકળી ગયા છે.

પાર્ટીના સ્થાપક અને તેમના પિતા બાલ ઠાકરેની 96મી જન્મજયંતિ પર શિવસૈનિકોને ડિજીટલી સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેનાએ સત્તા દ્વારા હિન્દુત્વના એજન્ડાને આગળ વધારવા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. "શિવસેનાએ ભાજપ સાથે જોડાણ કર્યું હતું કારણ કે તે હિન્દુત્વને ખાતર સત્તા ચાહતા હતા. શિવસેનાએ ક્યારેય સત્તા ખાતર હિન્દુત્વનો ઉપયોગ કર્યો નથી.

શિવસેનાએ હિંદુત્વ છોડ્યું નથી પરંતુ ભાજપને છોડ્યો છે. હું માનું છું કે ભાજપનું તકવાદી હિન્દુત્વ માત્ર સત્તા માટે છે." ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધનમાં જે 25 વર્ષ કાઢ્યા તે "વેડફાઈ" ગયા. 2019ની મહારાષ્ટ્ર ચૂંટણી બાદ શિવસેનાએ બીજેપીથી અલગ થઈને NCP અને કોંગ્રેસ સાથે મળીને મહા વિકાસ અઘાડી સરકાર બનાવી છે.
કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યાને યોગ્ય ઠેરવતા ઉદ્ધવ ઠાકરે કહ્યું, "અમે ભાજપને તેની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પૂરા દિલથી સમર્થન આપ્યું છે. અમારી વચ્ચે સમજણ એવી હતી કે તે રાષ્ટ્રીય સ્તરે જશે અને અમે મહારાષ્ટ્રમાં આગળ રહીશું. પરંતુ અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને અમારા જ ઘરમાં અમને નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેથી જ અમે બદલો લીધો."
તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ પોતાની અનુકૂળતા મુજબ સાથી પક્ષોનો ઉપયોગ કરે છે અને પછી તેમને બાજુ પર મૂકી દે છે. ભાજપનો અર્થ હિન્દુત્વ નથી. હું મારા નિવેદન પર અડગ છું કે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધનમાં 25 વર્ષ વેડફ્યા છે.

mumbai mumbai news indian politics shiv sena bharatiya janata party uddhav thackeray