મહારાષ્ટ્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં હોબાળો, ઉપદ્રવીઓએ મંચ પર ફેંક્યાં ઈંડાં

16 April, 2024 03:06 PM IST  |  Panvel | Gujarati Mid-day Online Correspondent

નવી મુંબઈમાં આંબેડકર-શાહૂ-ફુલેની જયંતી સાથે જોડાયેલા કાર્યક્રમમાં જોરદાર હોબાળો થયો છે. ઉપદ્રવીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ઈંડા અને સંતરાની છાલ ફેંકી. આની ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ દાખલ કરી લીધો છે.

પ્રતીકાત્મક તસવીર

Uproar at Navi Mumbai Cultural Program: નવી મુંબઈમાં આંબેડકર-શાહૂ-ફુલેની જયંતી સાથે જોડાયેલા કાર્યક્રમમાં જોરદાર હોબાળો થયો છે. ઉપદ્રવીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ઈંડા અને સંતરાની છાલ ફેંકી. આની ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ દાખલ કરી લીધો છે.

મહારાષ્ટ્રના નવી મુંબઈ શહેરમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ જોરદાર હોબાળો કર્યો. આ કાર્યક્રમ સમાજ સુધરાકો ડૉ. બાબાસાહેબ આંબેડકર, છત્રપતિ શાહૂજી મહારાજ અને મહાત્મા જ્યોતિબા ફુલેની `જયંતી`ના સંયુક્ત ઉત્સવના ઉપલક્ષ્યમાં આયોજિત કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ઉપદ્રવીઓએ મંચ પર ઈંડા અને સંતરાની છાલ ફેંકી. આ મામલે ફરિયાદ મળતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે.

Uproar at Navi Mumbai Cultural Program: ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રવિવારની છે. સમાજ સુધારકોની જયંતીના સંયુક્ત ઉત્સવ માટે પનવેલ વિસ્તારના કોનગાંવમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલાએ નોંધાવી ફરિયાદ
આ મામલે એક 58 વર્ષીય મહિલાએ ફરિયાદ કરી હતી. આ મામલે જણાવતા પોલીસે કહ્યું કે કાર્યક્રમ બાદ અહીં એક સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેટલાક લોકોએ કહેવાતી રીતે મંચ પર ઈંડા, સંતરાની છાલ અને પાણી ફેંક્યું. જો કે, તેની પાછળનો મૂળ હેતુ શો હતો, એની માહિતી મળી નથી.

ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે આરોપીઓના આ કૃત્યને ફક્ત લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી પણ તે મહાન હસ્તીઓનું અપમાન પણ કર્યું જેમના સન્માનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. (Uproar at Navi Mumbai Cultural Program)

પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ કર્યો દાખલ
ફરિયાદ મળવા પર પોલીસે સોમવારે આઈપીસીની કલમ 295A (કોઈપણ વર્ગ કે ધર્મ અથવા ધાર્મિક વિશ્વાસનું અપમાન કરીને તે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઇરાદે જાણીજોઈને અને દુર્ભાવનાપૂર્ણ કરવામાં આવેલા કૃત્ય) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST એક્ટ) હેઠળ કેસ દાખલ કર્યો છે.

નોંધનીય છે કે મહાત્મા જ્યોતિબા ફુલે અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતી નિમિત્તે પુણેકરોએ ફેમસ શેફ વિષ્ણુ મનોહર પાસે ૧૦,૦૦૦ કિલો મિસળ તૈયાર કરાવીને અનોખી આદરાંજલિ આપી હતી. ‍રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને કૅબિનેટ પ્રધાન ચંદ્રકાંત પાટીલે પુણે મિસળ મહોત્સવમાં સામેલ થઈને મિસળનો સ્વાદ ચાખ્યો હતો. ૧૦ એપ્રિલની રાતે મિસળ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને બીજા દિવસની બપોરે એ તૈયાર થયું હતું. 

મહાપુરુષોને અભિવાદન કરવા જનારા લોકોને આ મિસળ ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

મિસળ બનાવવા માટે ૧૫ ફુટ બાય ૧૫ ફુટની ગોળાકાર અને સાડાછ ફુટ ઊંચી ૨૫૦૦ કિલો વજનની કઢાઈમાં ૨૦૦૦ કિલો વટાણા, ૧૬૦૦ કિલો કાંદા, ૪૦૦ કિલો બટાટા, ૪૦૦ કિલો લસણ, ૧૪૦૦ કિલો તેલ, ૨૮૦ કિલો મસાલા, ૮૦ કિલો લાલ મરચાંનો પાઉડર, ૮૦૦ કિલો હળદર, ૧૦૦ કિલો મીઠું, ૨૮૦ કિલો ખોપરાનો પાઉડર, ૧૪ કિલો તમાલપત્ર, ૫૦૦૦ કિલો ફરસાણ, ૨૫૦ કિલો કોથમીર, ૨૦૦૦ નંગ લીંબુ અને ૨૦,૦૦૦ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મિસળ લોકોને આપવા માટે ૧ લાખ ડિસ્પોઝેબલ ડિશ, પીવાના પાણીના ૧ લાખ ગ્લાસ, ૧૦૦૦ કિલો દહીં અને બ્રેડના ૩ લાખ નંગ વાપરવામાં આવ્યાં હતાં. 

મહાત્મા જ્યોતિબા ફુલે અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી સમિતિના સંયુક્ત ઉપક્રમમાં આ મિસળ બનાવવામાં આવ્યું હતું.

navi mumbai panvel babasaheb ambedkar Crime News mumbai crime news mumbai police mumbai news mumbai