મહારાષ્ટ્રમાં લૉકડાઉન લંબાવવાનું નથી, ઉદ્ધવ ઠાકરેએ કર્યું ટ્વીટ

16 June, 2020 01:59 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મહારાષ્ટ્રમાં લૉકડાઉન લંબાવવાનું નથી, ઉદ્ધવ ઠાકરેએ કર્યું ટ્વીટ

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ કેસનો આંકડો એક લાખની નજીક પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં વધતા જતા કેસિઝ વચ્ચે સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર 15 જૂનથી મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લૉકડાઉન થયાના અહેવાલો આવ્યા છે, જેના પછી ઉદ્ધવ ઠાકરે સરકારે આ અંગે સ્પષ્ટતા આપી છે. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને લોકોને અફવાઓને અવગણવાની અપીલ કરી છે. મહારાષ્ટ્ર સરકારે 31 મી મેથી તેની 'મિશન બિગીન અગેન' શરૂ કર્યું છે, જેમાં લોકોને સવારે પાંચ વાગ્યાથી સાંજ સુધી સાત વાગ્યે બહાર નીકળવાની સ્વતંત્રતા છે, જ્યારે સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી દુકાનો પણ ખુલી શકે છે. આ સમય દરમિયાન લોકોએ સલામતી માર્ગદર્શિકા અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું પડશે.

નાવાયરસના વધતા જતા કેસિઝ જોતા, સોશ્યલ મીડિયા પર એવા અહેવાલો આવ્યા હતા કે મુંબઇમાં - આવશ્યક સેવાઓને બાકાત રાખીને - સંપૂર્ણ લોકડાઉન ફરીથી લાગુ પડી શકે છે. આ પછી સીએમઓ મહારાષ્ટ્રએ ટ્વીટ કર્યું હતું કે, 'લૉકડાઉનનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું નથી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અપીલ કરી છે કે લોકોએ ભીડથી દૂર રહેવું જોઈએ. તેમણે લોકોને સરકાર દ્વારા જારી માર્ગદર્શિકાનું પાલન કરવા, તમામ જરૂરી બચાવ કરવા અને પોતાનું ધ્યાન રાખવા જણાવ્યું છે.

મહારાષ્ટ્ર સરકારનાં મંત્રી આદિત્ય ઠાકરેએ પણ એક ટ્વીટ કરીને લોકોને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું, 'કૃપા કરીને અફવાઓને અવગણો. અમે હાલમાં અમારા બિગીન અગેન મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લૉકડાઉન ન થાય તે માટે લોકોને સામાજિક અંતરનું પાલન કરવાનું કહ્યું છે. લોકોની સલામતી જ પ્રાથમિકતા છે.

ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું હતું કે જો લોકો સામાજિક અંતરના નિયમોનું કડક પાલન નહીં કરે તો તેઓ લૉકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ પાછી ખેંચી લેશે પરંતુ તેમને વિશ્વાસ છે કે લોકો સરકારની વાત સાંભળશે કારણ કે તે તેમના ભલા માટે કામ કરી રહ્યું છે. આ નિવેદન પછી જ સોશ્યલ મીડિયા પર સંપૂર્ણ લૉકડાઉન થવાના સમાચાર શરૂ થયા હશે.

જો આપણે મહારાષ્ટ્રમાં Covid -19 ના કેસની વાત કરીએ તો 12 જૂન સુધી અહીં સંક્રમિત લોકોની સંખ્યા 97 હજારને વટાવી ગઈ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોના 3607 કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 150 લોકોના મોત પણ થયા છે. આ સાથે મહારાષ્ટ્ર કૅનેડાને પાછળ છોડી દીધો છે. મહારાષ્ટ્રમાં હાલમાં કોરોનાવાયરસનાં 97,648 કેસ છે અને આમાંથી 46 હજાર 78 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3590 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

uddhav thackeray maharashtra lockdown aaditya thackeray