મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિર્વિરોધ વિધાનપરિષદનાં સભ્ય

14 May, 2020 07:26 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિર્વિરોધ વિધાનપરિષદનાં સભ્ય

જ્યારે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ વિધાનસભા કે વિધાનપરિષદમાં સભ્ય ન હતાં તેથી સીએમ બન્યાના 6 મહિનામાં તેમણે માટે આ સદસ્યતા પ્રાપ્ત કરવી જરૂરી હતી

કોરોના રોગચાળાના સમયમાં સારા સમાચાર આવવા થોડા મુશ્કેલ તો હોય જ છે અને એમાં ય રાજકારણની વાત હોય ત્યારે તો અઘરું જ થઇ જાય. પરંતુ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત આઠ ઉમેદવારો વિધાનપરિષદનાં સભ્ય બન્યા છે, તે પણ કોઇપણ વિરોધ વિના. જ્યારે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ વિધાનસભા કે વિધાનપરિષદમાં સભ્ય ન હતાં તેથી સીએમ બન્યાના 6 મહિનામાં તેમણે માટે આ સદસ્યતા પ્રાપ્ત કરવી જરૂરી હતી. કોરોના સંક્રમણના વિધાનસભાની કારણે પેટાચૂંટણી થઇ નહોતી અને તેમની સત્તા પર જોખમ હતું પરંતુ આખરે કે વિધાનપરિષદનાં સભ્ય બન્યા છે અને મહારાષ્ટ્રની રાજગાદી પરથી સંકટ ટળ્યું છે. ઉદ્ધવ ઠાકરે સહિત આઠ ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા છે અને શક્ય છે કે ઉદ્ધવ ઠાકરે જલ્દી જ MLC પદની શપથ લેશે. ઠાકરે સહિત NCPના સભ્યો વિધાન પરિષદ માટે ચૂંટાયા છે. નોંધનીય છે કે 24 એપ્રિલના રોજ વિધાનપરિષદની 9 બેઠક ખાલી થઇ હતી જેના માટે આ બધા જ ઉમેદવારો મેદાનમાં હતા. એક અધિકારીએ જણાવ્યું કે આ બધા જ ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા છે. પહેલીવાર મુખ્યમંત્રી બનેલા ઉદ્ધવ ઠાકરે પાસે 143 કરોડ રૂપિયાની મિલકત છે. આ સિવાય બે બંગલા છે. ઠાકરે વિરુદ્ધ 23 મામલા દાખલ થયા છે. ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મી મુખપત્ર સામનાનાં સંપાદક છે.

uddhav thackeray maharashtra