નાશિકમાં દીપડાએ બે વ્યક્તિ પર હુમલો કર્યો

31 May, 2020 08:26 AM IST  |  Nashik | Agencies

નાશિકમાં દીપડાએ બે વ્યક્તિ પર હુમલો કર્યો

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના નાશિક શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં શનિવારે મળસ્કે એક દીપડાએ બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો.

આ ઘટના પરોઢિયે આશરે ૫.૩૦ વાગ્યે બની હતી, જ્યારે એક દીપડો ઇન્દિરાનગરની રાજસારથિ હાઉસિંગ સોસાયટીમાં ઘૂસી ગયો હતો. દીપડાએ બિલ્ડિંગની સીડી પર એક સિનિયર સિટિઝન પર હુમલો કર્યો હતો અને જ્યારે તેમણે અલાર્મ વગાડ્યું ત્યારે દીપડો બહાર ભાગી ગયો હતો અને તેણે એક પસાર થઈ રહેલી વ્યક્તિ પર હુમલો કર્યો હતો.

આ મામલે પોલીસ અને વન અધિકારીઓને તરત જાણ કરાઈ હતી, પરંતુ દીપડાના સગડ મળ્યા નહોતા. હુમલાનો ભોગ બનનાર લોકોને સામાન્ય ઈજા થઈ હતી. આ સમગ્ર બનાવ વિસ્તારના સીસીટીવી કેમૅરામાં કેદ થઈ ગયો હતો.

કેટલાક અહેવાલ પ્રમાણે ઇન્દિરાનગર પહેલાં દીપડો મુંબઈ નાકા વિસ્તાર અને તિડકે કૉલોનીમાં જોવા મળ્યો હતો.

સીસીટીવી કેમૅરામાં કેદ થયેલી દીપડાનો સીસીટીવી ગ્રૅબ.

nashik maharashtra mumbai news