Maharashtra : ગવર્નરના પ્રસ્તાવ પર ભાજપની બેઠક, શિવસેના પણ છે તૈયાર

12 November, 2019 10:29 AM IST  |  Mumbai

Maharashtra : ગવર્નરના પ્રસ્તાવ પર ભાજપની બેઠક, શિવસેના પણ છે તૈયાર

મહારાષ્ટ્રમાં સત્તાનો સંગ્રામ

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજપના ધારાસભ્ય દળના નેતા દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. શનિવારે અડધી રાત્રે વિધાનસભાનો કાર્યકાળ ખતમ થવાના ચાર કલાક પહેલા રાજ્યપાલે કાર્યકારી મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને પત્ર મોકલીને એ જણાવવા માટે કહ્યું કે તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ઈચ્છુક છે કે નહીં. ત્યાં જ શિવસેનાએ કહ્યું કે જો કોઈ સરકાર બનાવવા માટે તૈયાર નથી તો શિવસેના તેની જવાબદારી સંભાળી શકે છે.

....તો અમે બનાવીશું સરકારઃ શિવસેના
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે જો કોઈ સરકાર બનાવવા માટે તૈયાર નથી તો આ જવાબદારી તેઓ લઈ શકે છે. તમામ પાર્ટીઓ વચ્ચે કેટલાક મતભેદો હોય છો. મહત્વનું છે કે રાજ્યપાલ દ્વારા  ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવ્યા બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. તો એનસીપીનાના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે રાજ્યપાલનો નિર્ણય મોડો આવ્યો છે.

ઉદ્ધવે કરી ધારાસભ્યો સાથે બેઠક
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ ધારાસભ્ય દળીની બેઠકમાં ભાગ લેવા માટે હોટલે રિટ્રીટ પહોંચ્યા. શિવસેનાના તમામ ધારાસભ્યો ત્યાં હાજર છે. રાજ્યમાં ચાલી રહેલી આ રાજકીય ગરમી વચ્ચે રવિવારે મુંબઈમાં આવે પોસ્ટર નજર આવ્યા જેમાં ઉદ્ધવને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ એનસીપી પ્રમુખ શરદ પવારે પણ પોતાના ધારાસભ્યોની મંગળવારે બેઠક બોલાવી છે. એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે જો ભાજપ અને શિવસેના મળીને સરકાર બનાવી લે તો અમે વિપક્ષમાં બેસીશું.

આ પણ જુઓઃ જુઓ અત્યારે કેવા લાગે છે ભારતને ટી-20 વર્લ્ડ જીતાડનાર ખેલાડીઓ

કોંગ્રેસે માંગ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
આ વચ્ચે મિલિંદ દેવડાએ પણ રાજ્યપાલ પાસેથી કોંગ્રેસ-એનસીપીને સરકાર બનાવવાનું નિમંત્રણ આપવાની અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપ અને શિવસેનાએ સરકાર બનાવવાનો ઈન્કાર કરી દીધો છે. જેથી અમને સરકાર બનાવવાનો મોકો આપવામાં આવે.


mumbai shiv sena bharatiya janata party