રાજ ઠાકરેની મનસેએ EVM પર ઉઠાવ્યા પ્રશ્ન, પાલિકા ચૂંટણીમાં બેલેટ પેપરના ઉપયોગની માંગ

14 August, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Civic Polls: રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ માંગ કરી છે કે નાગરિક ચૂંટણીઓ બેલેટ પેપરનો ઉપયોગ કરીને કરાવવામાં આવે; મનસેના પ્રતિનિધિમંડળે રાજ્ય ચૂંટણી કમિશનરને મળીને VVPATના ઉપયોગ સહિતની માંગણીઓ કરી

રાજ ઠાકરેની ફાઇલ તસવીર

રાજ ઠાકરે (Raj Thackeray)ની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (Maharashtra Navnirman Sena)એ મહારાષ્ટ્ર (Maharashtra)માં યોજાનારી આગામી નાગરિક સંસ્થાઓની ચૂંટણી (Maharashtra Civic Polls)ઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (Electronic Voting Machines - EVM)ને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરીને કરાવવાની વિપક્ષની વધતી માંગમાં હામી ભરી છે. રાજ્ય ચૂંટણી કમિશનર સાથેની બેઠકમાં, MNS નેતાઓએ મતદાર યાદીઓમાં સમસ્યાઓ અને વોટર વેરિફાઇબલ પેપર ઓડિટ ટ્રેલ્સ (Voter Verifiable Paper Audit Trails - VVPATs)ની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી, જે મતદારોને તેમના મતની ચકાસણી માટે પેપર ટ્રેલ પ્રદાન કરે છે. પરંપરાગત મતદાન પદ્ધતિઓ તરફ પાછા ફરવાની પાર્ટીની હાકલ ત્યારે આવી છે જ્યારે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની શિવસેના (UBT) પણ નિર્ણાયક ચૂંટણીઓ પહેલાં પારદર્શિતાની જરૂરિયાત અને ચૂંટણી પ્રક્રિયામાં જનતાનો વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે બેલેટ પેપરનો ઉપયોગ કરવા માટે દબાણ કરી રહી છે.

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ મંગળવારે રાજ્યમાં આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવાની વિપક્ષની માંગને ટેકો આપ્યો હતો. મનસેના નેતાઓ કહે છે કે, આનાથી ચૂંટણી પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ વધશે અને પારદર્શિતા જળવાઈ રહેશે.

મનસે નેતાઓના એક પ્રતિનિધિમંડળે રાજ્ય ચૂંટણી કમિશનરને મળીને તેમની માંગણીઓની યાદી સુપરત કરી હતી. આ યાદીમાં VVPATનો ઉપયોગ પણ ઉલ્લેખિત છે. VVPAT એક એવી ટેકનોલોજી છે જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા મતદાન કર્યા પછી મતદાતાને કાગળની સ્લિપ પર તેનો મત દર્શાવે છે, જેથી તે ખાતરી કરી શકે કે મત યોગ્ય જગ્યાએ ગયો છે.

મનસે નેતા શિરીષ સાવંતે કહ્યું કે એવું લાગે છે કે મતદાર યાદીમાં વિસંગતતા છે, જેની ગંભીરતાથી તપાસ કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણીઓ સંપૂર્ણપણે પારદર્શક હોય, જેથી કોઈને પરિણામો પર શંકા ન થાય.’

મનસે નેતા બાલા નંદગાંવકરે કહ્યું કે, જનતાને લાગે છે કે લોકશાહી જોખમમાં છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘મતપત્રનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવવામાં શું વાંધો છે? જો તમને (ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધન) લાગે છે કે ઠાકરે પિતરાઈ ભાઈઓ (રાજ અને ઉદ્ધવ) સાથે આવે તો પણ તમે સત્તામાં આવી જશો, તો મતપત્રનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવો.’

નોંધનીય છે કે, ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથની શિવસેના પણ લાંબા સમયથી માંગ કરી રહી છે કે મહારાષ્ટ્રમાં યોજાનારી આગામી નાગરિક સંસ્થાઓની ચૂંટણી EVMને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરીને કરવામાં આવે. તેમનું કહેવું છે કે, લોકોને બેલેટ પેપર પર વધુ વિશ્વાસ છે અને આનાથી ચૂંટણી પ્રક્રિયા પર કોઈ પ્રશ્ન ઉભા થશે નહીં.

raj thackeray shiv sena uddhav thackeray brihanmumbai municipal corporation maharashtra news maharashtra mumbai mumbai news