દેવેન્દ્ર ફડણવીશે મહારાષ્ટ્રના CM તરીકે આપ્યું રાજીનામું

08 November, 2019 06:02 PM IST  |  Mumbai

દેવેન્દ્ર ફડણવીશે મહારાષ્ટ્રના CM તરીકે આપ્યું રાજીનામું

દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીને મળ્યા

અંતે ભારે વિવાદો વચ્ચે આજે 8 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીને મળવા પહોંચ્યા હતા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોપ્યું હતું અને રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીશનું રાજીનામું સ્વીકારી લીધું છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું કાર્યકાળ 9 નવેમ્બરના રોજ પુરૂ થવા જઇ રહ્યો છે.


તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાલ 9 નવેમ્બરના રોજ પુરો થઇ રહ્યો છે. નિયમ પ્રમાણે આ તારીખ સુધી કોઇ પક્ષ કે ગઠબંધન સરકાર બનાવવાનો દાવો રજુ ન કરે તો તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવી શકે છે. ચૂંટણીમાં 105 સીટ વાળી ભાજપ પાર્ટી સોથી મોટી છે અને તેમના ગઠબંધનના સહયોગી શિવસેના પાસે 56 ધારાસભ્યો છે. જોકે સત્તામાં બંનેની ભાગીદારી વિશે વાત અટકી છે.

આ પણ જુઓ : Maharashtra Assembly Polls: આમિર ખાન, શાહરૂખ ખાન, ગોવિંદાએ કર્યું મતદાન....

હું મહારાષ્ટ્રની જનતાનો આભાર માનું છું : દેવેન્દ્ર ફટણવીસ
દેવેન્દ્ર ફડણવીસે મીડિયાને જણાવ્યું કે ‘હું રાજ્યપાલને મળ્યો અને મારૂ રાજીનામું સોપી દીધું છે. રાજ્યપાલે મારૂ રાજીનામું સ્વીકારી લીધું છે. હું મહારાષ્ટ્રની જનતાનો ઘણો આભાર માનું છું. પાંચ વર્ષમાં મારી સરકારે રાજ્યમાં ઘણો વિકાસ કર્યો છે. રાજ્યમાં પારદર્શિતા સાથે સરકાર ચલાવવાનું કામ કર્યું છે. આજ કારણ છે કે ચુંટણીમાં ભાજપ મોટી પાર્ટી બની છે. રાજ્યમાં ભાજપની સ્ટ્રાઇક રેટ 70 ટકા રહી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે તમામ વિકલ્પો ખુલા છે.'

વાતચીતથી કોઇ પણ મુદ્રો ઉકેલી શકાય છે : ફડણવીશ
દેવેન્દ્ર ફડણવીશે વધુમાં કહ્યું કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની ભાજપા અધ્યક્ષ અમિત શાહ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી માટે 2.5-2.5 વર્ષના કાર્યકાળ મુદ્રે કોઇ જ ચર્ચા કે વચન નથી આપ્યું. અમિત શાહે પણ આ વાતનું ખંડન કર્યું હતું. મારી સામે પણ ક્યારેય 2.5-2.5 વર્ષના કાર્યકાળ મુદ્રે કોઇ ચર્ચા પણ નથી થઇ. ઉદ્ધવ ઠાકરેએ પહેલા સરકાર બનાવવાની વાત કરી હતી. પરીણામ આવતા જ મેં ઉદ્ધવ અને શિવસેનાનો આભાર માન્યો હતો. અમે ઉદ્ધવ ઠાકરેને લઇને એક પણ વિરૂદ્ધ નિવેદન નથી આપ્યું. વાતચીતથી કોઇ પણ વિવાદ ઉકેલી શકાય છે.'

mumbai news maharashtra devendra fadnavis bharatiya janata party