આજે મહારાષ્ટ્રની આઠ બેઠક પર મતદાન: લોકસભાના જંગમાં પહેલી વાર બન્ને શિવસેના સામસામે

26 April, 2024 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાળ-વાશિમ, હિંગોલી, નાંદેડ અને પરભણીમાંથી ત્રણ બેઠક પર એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેનો મુકાબલો

ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે

આજે મહારાષ્ટ્રની બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાળ-વાશિમ, હિંગોલી, નાંદેડ અને પરભણી લોકસભા બેઠક પર મતદાન હાથ ધરવામાં આવશે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં આ બેઠકો પર સરેરાશ અનુક્રમે ૬૨.૦૮ અને ૬૨.૮૬ ટકા મતદાન થયું હતું.

આઠમાંથી બુલઢાણા, હિંગોલી અને યવતમાળ-વાશિમ લોકસભા બેઠકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની શિવસેના અને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ વચ્ચે સીધો મુકાબલો છે. બાકીની બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસ તેમ જ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર) વચ્ચે લડાઈ છે.

છેલ્લી બે ચૂંટણીમાંક્યાં કેટલું મતદાન થયું હતું?

બેઠક ૨૦૧૪ ૨૦૧૯
બુલઢાણા ૬૧.૩૫ ટકા ૬૩.૬ ટકા
અકોલા ૫૮.૫૧ ટકા ૬૦.૦૬ ટકા
અમરાવતી ૬૨.૨૯ ટકા ૬૦.૭૬ ટકા
વર્ધા ૬૪.૭૯ ટકા ૬૧.૫૩ ટકા
યવતમાળ-વાશિમ ૫૮.૮૭ ટકા ૬૧.૩૧ ટકા
હિંગોલી ૬૬.૨૯ ટકા ૬૬.૮૪ ટકા
નાંદેડ ૬૦.૧૧ ટકા ૬૫.૬૯ યકા
પરભણી ૬૪.૪૪ ટકા ૬૩.૧૨ ટકા

મુખ્ય મુકાબલો

બુલઢાણા : ઉદ્ધવ ઠાકરે જૂથના નરેન્દ્ર ખેડેકર સામે શિંદેસેનાના પ્રતાપરાવ જાધવ

અકોલા : BJPના અનુપ ધોત્રે સામે વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકર

અમરાવતી : BJPનાં નવનીત રાણા સામે કૉન્ગ્રેસના બળવંત વાનખેડે

વર્ધા : NCP-શરદ પવાર જૂથના અમર કાળે સામે BJPના રામદાસ તડસ

યવતમાળ-વાશિમ : શિંદેસેનાનાં રાજશ્રી પાટીલ સામે ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય દેશમુખ

હિંગોલી : ઉદ્ધવ ઠાકરે જૂથના નાગેશ પાટીલ સામે શિંદેસેનાના બાબુરાવ કોહળીકર

નાંદેડ : કૉન્ગ્રેસના વસંતરાવ ચવાણ સામે BJPના પ્રતાપ ચીખલીકર

પરભણી : ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય જાધવ સામે રાષ્ટ્રીય સમાજ પક્ષના મહાદેવ જાનકર

204 - વિવિધ રાજકીય પક્ષોના આટલા ઉમેદવારો મેદાનમાં છે

1,50,78,242 - મહારાષ્ટ્રની આઠ બેઠકોનું ભાવિ આટલા મતદારો આજે નક્કી કરશે

uddhav thackeray eknath shinde Lok Sabha Election 2024 maharashtra maharashtra news