સોમનાથ મંદિરનો ઉલ્લેખ કરીને કંગના રનોટનો શિવસેના પર વધુ એક પ્રહાર

12 September, 2020 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોમનાથ મંદિરનો ઉલ્લેખ કરીને કંગના રનોટનો શિવસેના પર વધુ એક પ્રહાર

તસવીર સૌજન્ય: ટ્વીટર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન પછી અભિનેત્રી કંગના રનોટ (Kangana ranaut)એ કહ્યું હતું કે, તેને મુંબઇ પોલીસથી ડર લાગે છે અને તેણે મુંબઇની તુલના પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર સાથે કરી હતી. ત્યારબાદ શિવસેના અને અભિનેત્રી વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે વધતુ જ જાય છે. અભિનેત્રીએ ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર અને શિવસેના પર પ્રહાર કર્યો છે. આ વખતે અભિનેત્રીએ ટ્વીટર પર સોમનાથ મંદિરમાં પુજા કરતો ફોટો શૅર કરીને નિશાન તાકયું છે.

ટ્વીટર પર સોમનાથ મંદિરમાં પુજા કરતી હોય તેવો ફોટો શૅર કરીને કંગના રનોટે લખ્યું છે કે, 'સુપ્રભાત દોસ્તો. આ ફોટો સોમનાથ મંદિરનો છે. સોમનાથ મંદિરને પણ કેટલાક લોકોએ ખરાબ રીતે નિર્જન કરી દીધું હતું, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે ક્રૂરતા અને અન્યાય ભલે ગમે તેટલા શક્તિશાળી હોય પણ છેલ્લે જીત તો ભક્તિની જ થાય છે, હર હર મહાદેવ.'

બુધવારે બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ અભિનેત્રી કંગના રનોટની ઑફિસ તોડી પાડી હતી. ત્યારબાદ કંગના અને શિવસેનાની બોલાચાલી વધી ગઈ છે. તેણે BMCની કાર્યવાહી પર કહ્યું હતું કે, મુંબઈની સરખામણી PoK સાથે કરવામાં મેં કઈ ખોટું કર્યું નથી. શુક્રવારે રાતે કંગનાએ એક મિનિટનો વીડિયો શૅર કરીને કહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકારમાં આતંક અને અત્યાચાર વધી રહ્યા છે. તેણે મુંબઈમાં નેવીના પૂર્વ ઓફિસર સાથે શિવસૈનિકોની ઝપાઝપી અને એક ટીવી ચેનલ વિરુદ્ધ રાજ્ય સરકારની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે કંગના રનોટ વિરુદ્ધ ડ્રગ્સ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહ મંત્રાલયના આદેશ પર મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમ આ બાબતે તપાસ કરશે

mumbai mumbai news maharashtra uddhav thackeray shiv sena kangana ranaut