MNSએ વાંધો ઉઠાવ્યા બાદ કાંદિવલીના દુકાનદારે ગુજરાતીની જગ્યાએ મરાઠી સાઇન-બોર્ડ લગાડ્યું

10 April, 2026 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલીમાં ખાણીપીણીની એક દુકાને એના ગુજરાતી સાઇન-બોર્ડની જગ્યાએ મરાઠી સાઇન-બોર્ડ લગાડ્યું હતું.

પહેલાં ગુજરાતીમાં બૉર્ડ લગાવ્યું હતું તે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ મુંબઈના કાંદિવલીમાં ખાણીપીણીની એક દુકાને એના ગુજરાતી સાઇન-બોર્ડની જગ્યાએ મરાઠી સાઇન-બોર્ડ લગાડ્યું હતું.
MNSના સ્થાનિક કાર્યકર્તા ઉદય કોંડવિલકરે ગુરુવારે જણાવ્યું હતું કે ચારકોપ વિધાનસભા મતવિસ્તારમાં આવેલી આ ખાણીપીણીની દુકાને ગુજરાતીમાં સાઇન-બોર્ડ લગાડ્યું હતું. મંગળવારે MNSના કાર્યકરો એના માલિકને મળ્યા અને તેમને સાઇન-બોર્ડ બદલવા માટે પત્ર આપ્યો હતો. માલિકે તેમનું કહ્યું માન્યું હતું અને બીજા દિવસે ગુજરાતી બોર્ડની જગ્યાએ મરાઠી બોર્ડ લગાડ્યું હતું. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના નિયમો અનુસાર મુંબઈમાં બધી દુકાનો અને સંસ્થાઓએ તેમનાં નામ મરાઠી (દેવનાગરી લિપિ)માં દર્શાવવા જરૂરી છે.

mumbai news mumbai maharashtra navnirman sena kandivli gujarati community news gujaratis of mumbai