પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે વધુ 63 એસ્કેલેટર અને 40 લિફ્ટ બેસાડશે

30 September, 2019 11:03 AM IST  |  મુંબઈ | જયદીપ ગણાત્રા

પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે વધુ 63 એસ્કેલેટર અને 40 લિફ્ટ બેસાડશે

એસ્કેલેટર

પશ્ચિમ રેલવેના ચર્ચગેટથી વિરાર વચ્ચેનાં સ્ટેશનો પર પ્રવાસીઓની સુવિધા માટે વધુ ૬૩ એસ્કેલેટર્સ અને ૪૦ લિફ્ટો બેસાડવામાં આવશે. આ કામ પશ્ચિમ રેલવે એક વર્ષમાં પૂરું કરવાની છે એવું પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

મહિલાઓ, અપંગ અને વરિષ્ઠ નાગરિકોનો લોકલ ટ્રેનમાં પ્રવાસ સુખદાયી થાય એ માટે પશ્ચિમ રેલવે દ્વારા એસ્કેલેટર્સ અને લિફ્ટો બેસાડવાનું કામ આવનારા એક વર્ષ દરમ્યાન હાથ ધરવામાં આવશે. આ અંગે પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના એક ટોચના અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાલમાં ચર્ચગેટથી વિરાર વચ્ચેનાં સ્ટેશનો વચ્ચે ૪૬ એસ્કેલેટર્સ કાર્ય કરી રહ્યા છે અને વધુ ૬૩ એસ્કેલેટર્સ બેસાડવાનો પ્લાન છે. એફઓબીના કામ હાથ ધરવાની સાથે એસ્કેલેટર્સ અને લિફ્ટોને બેસાડવા માટેનો મંજૂરીનો ઓર્ડર મળતો હોય છે તેને આધારે જ ૬૩ એસ્કેલેટર્સ અને ૪૦ લિફ્ટ બેસાડવામાં આવશે.’

આ પણ વાંચો : મુંબઈના ખેલૈયાઓ નવરાત્રિમાં સમયની મર્યાદાના મોહતાજ નથી

ચર્ચગેટ અને વિરાર વચ્ચેનાં સ્ટેશનો પર જે જગ્યાએ એસ્કેલેટર્સ બેસાડવા માટે મંજૂરી મળી ગઈ છે તેમાં ચર્ચગેટ, મુંબઈ સેન્ટ્રલ, પરેલ, દાદર, બાંદરા, અંધેરી, ગોરેગામ, મલાડ, બોરીવલી, ભાઈંદર, મીરા રોડ, નાલાસોપારા અને વિરારનો સમાવેશ થાય છે. એવી જ રીતે બાંદરા, દાદર, અંધેરી, ગોરેગામ, બોરીવલી, વસઈ અને વિરાર સ્ટેશનો પર લિફ્ટો બેસાડવા માટે મંજૂરી મળી ગઈ હોવાનું રેલવેએ જણાવ્યું હતું.

western railway mumbai mumbai news indian railways