મુંબઈ : રેલવે લાઇન પર બનશે પહેલો કેબલ-સ્ટેડ બ્રિજ

16 July, 2020 12:09 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : રેલવે લાઇન પર બનશે પહેલો કેબલ-સ્ટેડ બ્રિજ

ભાયખલાના પ્રસ્તાવિત કેબલ-સ્ટેડ બ્રિજની ડિઝાઇન

ભાયખલ્લા ખાતે મુંબઇના સૌપ્રથમ કેબલ-સ્ટેડ બ્રિજની મહત્ત્વાકાંક્ષી યોજના સાથે શહેરના 11 બ્રિટિશ-યુગના રોડ ઓવરબ્રિજ (આરઓબી)નું પુનઃનિર્માણ કરવા માટે મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ (એમઆરઆઇડીસી) અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) વચ્ચે મંગળવારે સાંજે કરાર થયા હતા.

એમઆરઆઇડીસી ૧૧ આરઓબી અને એક રોડ અન્ડરબ્રિજ (આરયુબી – રેલવે લાઇન નીચેથી પસાર થતા માર્ગ)નું બાંધકામ કરવાનું રહેશે. એમઆરઆઇડીસીએ ભાયખલા આરઓબીથી કામગીરીની શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. આ બ્રિજ ભાયખલા અને સૅન્ડહર્સ્ટ રોડ રેલવે-સ્ટેશનની વચ્ચે આવેલો છે. બ્રિટિશ યુગના આ બ્રિજનું નિર્માણ ૧૯૨૨માં કરવામાં આવ્યું હતું.

એમઆરઆઇડીસીના મૅનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર જયસ્વાલે જણાવ્યું હતું કે ‘બ્રિજનો વિઝ્યુઅલ દેખાવ વધારવા માટે અમે સમગ્ર બ્રિજ પર આર્કિટેક્ચરલ એલઈડી લાઇટ્સ ડિઝાઇન કરી છે, જે રાત્રે પ્રકાશિત થશે. એનાથી બ્રિજના સૌંદર્યમાં વધારો થશે અને સલામતીના સુધારાત્મક માપદંડોનો લાભ પણ મળશે. આ પ્રસિદ્ધ બ્રિજ પર એક સેલ્ફી પૉઇન્ટ પણ ઊભો કરવામાં આવ્યો છે.’

આ પણ વાંચો : મુંબઈ : કુર્લા સબવે ફરી શરૂ થયો

વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપતાં જયસ્વાલે જણાવ્યું હતું કે ‘એમઆરઆઇડીસીએ ફાઉન્ડેશન ફૂટપ્રિન્ટ, પાઇલ કૅપ વગેરે માટે શ્રેષ્ઠ જગ્યા નક્કી કરવા માટે જમીનના સ્તરથી પાંચ મીટર નીચે સુધી યુટિલિટી મૅપિંગ હાથ ધર્યું છે.’

byculla mumbai news mumbai brihanmumbai municipal corporation rajendra aklekar