02 August, 2025 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. શ્રીકૃષ્ણનાથ પંચાલ
થાણે જિલ્લાના કલેક્ટર તરીકે ડૉ. શ્રીકૃષ્ણનાથ પંચાલની વરણી થઈ છે. ૨૦૧૬ના બૅચના ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર ડૉ. શ્રીકૃષ્ણનાથ પંચાલે ગુરુવારે કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. લાતુરના ડૉ. શ્રીકૃષ્ણનાથ પંચાલ MBBS ગ્રૅજ્યુએટ છે અને યવતમાળ તથા જાલના જિલ્લામાં સેવા આપી ચૂક્યા છે. યવતમાળમાં તેઓ પદ પર હતા ત્યારે મહિલા અને બાળવિકાસ વિભાગમાં યોજનાઓનો સારી રીતે અમલ કરવા બદલ તેમની જિલ્લા પરિષદને યશવંતરાવ ચવાણ પંચાયતરાજ અવૉર્ડ પ્રાપ્ત થયો હતો. થાણેના ભૂતપૂર્વ કલેક્ટર અશોક શિંગારે રિટાયર્ડ થતાં ડૉ. શ્રીકૃષ્ણનાથ પંચાલને આ પદ સોંપવામાં આવ્યું છે.