HSC અને SSCનાં પરિણામો આ વર્ષે મેમાં જાહેર થવાની શક્યતા

26 April, 2024 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

HSC અને SSCનાં પરિણામો સામાન્યપણે અનુક્રમે મેના અંતિમ સપ્તાહમાં અને ૧૦ જૂન સુધીમાં જાહેર કરવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા હાયર સેકન્ડરી સર્ટિફિકેટ (HSC) અને સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (SSC) પરીક્ષાનાં પરિણામો આગામી મહિને જાહેર કરવામાં આવે એવી શક્યતા છે.

HSC અને SSCનાં પરિણામો સામાન્યપણે અનુક્રમે મેના અંતિમ સપ્તાહમાં અને ૧૦ જૂન સુધીમાં જાહેર કરવામાં આવે છે. પેપર-ચકાસણીની પ્રક્રિયા બરાબર ચાલી રહી હોવાથી બોર્ડ દ્વારા પરિણામોની જાહેરાત વહેલી કરવામાં આવશે. HSCની પરીક્ષા ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં અને SSCની પરીક્ષા પહેલી માર્ચે શરૂ થઈ હતી.

HSCનાં પેપરની ચકાસણીની પ્રક્રિયા ૯૮ ટકા પૂરી થઈ છે અને ૧૦થી ૧૨ સેન્ટર્સના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ પ્રમાણે SSCનાં પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણતાના આરે છે અને વિદ્યાર્થીઓને મે મહિનાના અંત સુધીમાં રિઝલ્ટ્સ મળી જવાં જોઈએ.

Education mumbai mumbai news career tips