નાશિકમાં ભારે વરસાદ, જિલ્લાનાં ૨૪ જળાશયોમાં પાણીની સપાટી ઊંચી આવી

21 July, 2019 11:49 AM IST  |  નાસિક

નાશિકમાં ભારે વરસાદ, જિલ્લાનાં ૨૪ જળાશયોમાં પાણીની સપાટી ઊંચી આવી

પ્રતિકાત્મક તસવીર

લગભગ અઠવાડિયા જેટલું લંબાયા બાદ શુક્રવારે નાશિક અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. વીજળી સાથે પડેલા વરસાદે શુક્રવાર સાંજથી નાશિકમાં દેખા દીધી હતી, જે ગઈ કાલે પણ કાયમ રહી હતી. ગઈ કાલે સવારે આઠ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં જિલ્લામાં અંદાજે ૧૦૦ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. સારો વરસાદ થતાં જિલ્લાનાં ૨૪ જળાશયોમાં પણ પાણીની સપાટી ઉપર આવી હતી. નાશિક શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ગંગાપુર ડૅમમાં પાણીની સપાટી ૫૫ ટકાએ પહોંચી હતી.

આ પણ વાંચોઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

મહારાષ્ટ્રના આરોગ્ય ખાતાના પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે નાશિક મહાનગરપાલિકાની મુલાકાત લઈ અધિકારીઓને ચોમાસામાં ફાટી નીકળતા ડેંગ્યુ, સ્વાઇન-ફ્લૂ અને અન્ય રોગોને નાથવા સખત પગલાં લેવા જણાવ્યું હતું. જિલ્લામાં આવા રોગો પ્રસરતા રોકવા માટે લોકોમાં જાગૃતતા ફેલાવવી જોઈએ એમ પણ તેમણે કહ્યું હતું.

nashik mumbai rains