એજ્યુકેશન અને સ્પોર્ટ્‍સના ગુજરાતી ટૉપર્સનું બહુમાન કરવાનો અવસર ફરી આવી ગયો છે

14 June, 2026 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૧ જૂન ૨૦૨૬, સવારે ૧૦ વાગ્યે BSE ઇન્ટરનૅશનલ કન્વેન્શન હૉલ, BSE, ફોર્ટ

પ્રતીકાત્મક તસવીર

તમે ગુજરાતી છો? ટેન્થમાં તમારી સ્કૂલમાં તમારો પહેલો નંબર આવ્યો છે? તો તમારો કૉન્ટૅક્ટ-નંબર, માર્કશીટ, સ્કૂલમાં તમે ટૉપર છો એવું સર્ટિફાય કરતો તમારા પ્રિન્સિપાલનો લેટર અથવા તેમનો કૉન્ટૅક્ટ-નંબર અમને gmdtoppers@gmail.com પર ઈ-મેઇલ કરી દો. SSC, ICSE, CBSE એમ બધાં જ બોર્ડનાં બધાં જ મીડિયમના સ્ટુડન્ટ્સને આમંત્રણ છે.

તમે ગુજરાતી છો? બારમા ધોરણમાં તમારી કૉલેજમાં તમારો પહેલો નંબર આવ્યો છે? તો તમારો કૉન્ટૅક્ટ-નંબર, માર્કશીટ, તમારા પ્રિન્સિપાલનો લેટર અથવા તેમનો કૉન્ટૅક્ટ-નંબર અમને gmdtoppers@gmail.com પર ઈ-મેઇલ કરી દો. ટ્વેલ્થની દરેક સ્ટ્રીમના સ્ટુડન્ટ્સને આમંત્રણ છે.

તમે ગુજરાતી છો? ડિપ્લોમા અને ડિગ્રીના ફાઇનલ યરમાં તમારો પહેલો નંબર આવ્યો છે? તો તમારો કૉન્ટૅક્ટ-નંબર અને રિલેટેડ ડૉક્યુમેન્ટ્સ અમને gmdtoppers@gmail.com પર ઈ-મેઇલ કરી દો. 
અક્ષમતા સામે ઝઝૂમીને પરીક્ષામાં ઝળકેલા દિવ્યાંગ સ્ટુડન્ટ્સ પણ પોતાની વિગતો gmdtoppers@gmail.com પર ઈ-મેઇલ કરી દે.

સંજોગોવશાત્ અભ્યાસ છોડવો પડ્યો હોય અને વર્ષો બાદ આ વર્ષ દરમ્યાન ૧૦મા કે ૧૨માની પરીક્ષા આપીને સારા માર્ક સાથે પાસ થયા હો તો તમારી વિગતો gmdtoppers@gmail.com પર મોકલી આપો.

કોઈ પણ સ્પોર્ટમાં ઇન્ટર-સ્કૂલ, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નૅશનલ, ઇન્ટરનૅશનલ લેવલ પર મેડલ જીત્યા છો? તો તમારી વિગતો સાથે અમને gmdtoppers@gmail.com પર ઈ-મેઇલ કરો.
વધુ વિગતો માટે દિનેશ સાવલિયાનો 9082253841 નંબર પર સંપર્ક કરવો

mumbai news mumbai gujarati mid day gujaratis of mumbai gujarati community news Education 10th result gujarati medium school