03 May, 2025 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ
પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનના સમયથી ચાલી રહેલી વર્ષીતપની ઉત્તમ આરાધના કરીને તપમાં તેજોમય બનેલા તપસ્વી ભાવિકોનો પારણાં મહોત્સવ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં ૪ મેએ રવિવારે સવારે ૯ વાગ્યે આયોજિત કરવામાં આવ્યો છે.
આ મંગલ અવસર સાથે જ સોનામાં સુગંધ ભળે એમ સમસ્ત મહાજન અને અર્હમ યુવા સેવા ગ્રુપ એવમ્ બીજી સહકારી સંસ્થાઓના સહયોગથી ‘પ્રાણી માત્ર પ્રત્યે કરુણાનો અદ્ભુત અવસર - જીવદયા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ અવસરે મહારાષ્ટ્રના પ્રધાન મંગલ પ્રભાત લોઢા, ઘાટકોપર-ઈસ્ટના વિધાનસભ્ય પરાગ શાહ અને મહારાષ્ટ્ર ગૌસેવા આયોગના અધ્યક્ષ શેખર મુંદડાની વિશેષ ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રની ૨૦૦થી વધુ ગૌશાળાને મહત્તમ અનુદાન અર્પણ કરવાની સાથે અનેક જીવદયાનાં સત્કાર્યોની ઉદ્ઘોષણા કરવામાં આવશે.
સમગ્ર મહોત્સવ ભાટિયાવાડી હૉલ, તિલક રોડ, ઘાટકોપર-ઈસ્ટ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.