Mumbai Crime: થાણેમાં 29 જણાએ મળીને 15 વર્ષની સગીરાનો કર્યો બળાત્કાર

23 September, 2021 07:15 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

થાણેના ડોમ્બિવલી વિસ્તારમાં એક 15 વર્ષીય સગીરા પર ગેંગ રેપ થઈ હોવાની ઘટના ઘટી છે. 

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં દિન-પ્રતિદિન ક્રાઈમ વધતો હોય તેવું લાગુ રહ્યું છે, હજી સાકિનાકા દુષ્કર્મ હત્યાને લઈ હાહાકાર બંધ થયો નથી ત્યાં બીજી બળાત્કારની ઘટના સામે આવી છે. થાણેના ડોમ્બિવલી વિસ્તારમાં એક 15 વર્ષીય સગીરા પર ગેંગ રેપ થઈ હોવાની ઘટના ઘટી છે. આ મામલે 29 સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાંથી 26 નરાધમોની ધરપકડ કરવામાં આવી છે. 

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલી વિસ્તારમાં એક 15 વર્ષીય છોકરી પર કથિત રીતે સામુહિક બળાત્કાર થયો હોવાની ઘટના ઘટી છે. આ અંગે પોલીસ અધિકારીએ માહિતી આપી છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ગુનામાં કેટલા લોકો સામેલ હતા તે તાત્કાલિક જાણી શકાયું નથી. જો કે, પોલીસ તપાસ બાદ સામે આવ્યું કે આ ઘટનામાં 29 લોકો સંડોવાયેલા હતા. જે તમામ આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી 24 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. 

મુખ્ય આરોપીએ કહ્યું કે, તેના એક મિત્રએ જાન્યુઆરીમાં બાળકી પર પ્રથમ બળાત્કાર કર્યો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. બાદમાં અન્ય આરોપીઓએ આ જ વીડિયોનો ઉપયોગ કરીને યુવતીને બ્લેકમેલ કરી અને ડોમ્બિવલી, બદલાપુર, મુરબાદ સહિતના વિવિધ જગ્યાએ અનેક વાર તેની સાથે બળાત્કાર કર્યો હતો. 

કલ્યાણના ડોમ્બિવલી ખાતેના માનપાડા પોલીસે બુધવારે રાત્રે અજાણ્યા શખ્સો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર) અને જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (POCSO)અધિનિયમ હેઠળ નરાધમ આરોપી સામે કેસ નોંધ્યો હતો.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસની ટીમો ઘટનાના બાકીના ગુનેગારોની શોધ કરી રહી છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

mumbai thane crime thane mumbai crime news mumbai news dombivli