દુંદાળાદેવનાં દર્શન માટે મુંબઈગરાનો ફેવરિટ ટાઇમ રાતનો

08 September, 2022 08:32 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

આખી રાત વિવિધ ગણેશ પંડાલોને આવરી લેતા રૂટ પર દોડતી બેસ્ટે શરૂ કરેલી બસો છે સુપરહિટ

ગણપતિ દર્શન માટે રાત્રે બેસ્ટની વિશેષ બસો દોડાવવામાં આવે છે

બેસ્ટની ગણેશોત્સવ સ્પેશ્યલ ટૂર શરૂ થતાં સેંકડો મુંબઈવાસીઓએ તેમના ફેવરિટ ગણપતિબાપ્પાનાં દર્શન કરવા માટે રાતનો સમય પસંદ કર્યો હતો. તહેવારના પ્રથમ દિવસે શરૂ થયેલી આ સુવિધાનો લાભ મંગળવાર રાત સુધીમાં ૪૦૦૦ જેટલા લોકોએ લીધો હતો.

૧૦ દિવસ સુધી ઘણા ભક્તો આખી રાત એકથી બીજા પંડાલ પર દર્શન કરવા જતા હોવાથી બેસ્ટે વિવિધ લોકેશન્સથી ગણપતિ પંડાલના લોકપ્રિય રૂટ્સ પર બસો દોડાવી હતી.

બેસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘પહેલી રાતે ૫૦૦ કરતાં વધુ ભક્તોએ રાઇડ લીધી હતી અને થોડા દિવસોમાં આ સંખ્યા ૪૦૦૦ પર પહોંચી હતી. બેસ્ટ અન્ડરટેકિંગનો આસ્થાળુઓ માટે રાતભર બસ-સર્વિસ ચાલુ રાખવાનો પ્રયોગ સફળ રહ્યો હતો અને એને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.’

આ ઉપરાંત રાજ્ય સરકારના ડિરેક્ટરેટ ઑફ ટૂરિઝમ દ્વારા ગણપતિ પંડાલોની મુલાકાત માટે સ્પેશ્યલ સિનિયર સિટિઝન બસ પણ શરૂ કરવામાં આવી હતી.

દક્ષિણ મુંબઈના લોકપ્રિય રૂટ્સમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી મેટ્રો, ગિરગામ ચર્ચ, પ્રાર્થના સમાજ, તાડદેવ, નાગપાડા, ભાયખલા સ્ટેશન-ઈસ્ટ, જિજામાતા ઉદ્યાન, લાલબાગ, હિન્દમાતા દાદર સ્ટેશન-ઈસ્ટનો સમાવેશ કરાયો હતો અને વડાલા બસડેપો પર યાત્રા સમાપ્ત થતી હતી. આ બસો રાતના ૧૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી ચાલુ રહેતી હતી અને એનું ટિકિટભાડું વ્યક્તિદીઠ ૬૦ રૂપિયા હતું.

mumbai mumbai news ganpati ganesh chaturthi brihanmumbai electricity supply and transport rajendra aklekar