વિવિધ કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો વિશે ભાઈંદરમાં માર્ગદર્શન સેમિનાર

19 May, 2025 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભ્યાસક્રમનો કોર્સ પૂર્ણ થયા પછી ભાગ લેનારને પ્રમાણપત્ર આપવામાં આવશે અને પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં સીધું પ્લેસમેન્ટ મળશે.

પ્રતીકાત્મક તસવીર

શ્રી વિલે પાર્લે કપોળ ઉત્કર્ષ મંડળ તેમ જ શ્રી ભાઈંદર કપોળ મંડળ દ્વારા ઑલ ઇન્ડિયા પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર્સ અસોસિએશન, મુંબઈના સહયોગથી શનિવાર, ૨૪ મેએ સાંજના ૪થી ૬ વાગ્યા દરમ્યાન ભાઈંદર (વેસ્ટ)માં ગીતાનગરમાં આવેલી કપોળ વાડીમાં વિવિધ કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમોના માર્ગદર્શન વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાન સ્ટુડન્ટ્સ માટે રોજગારની તકોનું સર્જન કરવાના હેતુથી આયોજિત આ સેમિનારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. સ્ટુડન્ટ્સ સાથે એક પેરન્ટને પણ સેમિનારમાં પ્રવેશ આપવામાં આવશે. આ સેમિનારમાં દહિસરથી વિરાર સુધીના કપોળ તેમ જ અન્ય જ્ઞાતિના સ્ટુડન્ટ્સ પણ ભાગ લઈ શકશે. આ અભ્યાસક્રમ માટે ૧૦મું અને ૧૨મું પાસ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. અભ્યાસક્રમનો કોર્સ પૂર્ણ થયા પછી ભાગ લેનારને પ્રમાણપત્ર આપવામાં આવશે અને પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં સીધું પ્લેસમેન્ટ મળશે.

રજિસ્ટ્રેશન માટે 93215 67974 નંબર પર સ્ટુડન્ટનું નામ, અભ્યાસ, મોબાઇલ નંબર *‘સેમિનાર રજિસ્ટ્રેશન’ લખી વૉટ્સઍપ કરવો.  સેમિનાર બાદ અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વધુ વિગત માટે દહિસરમાં 93246 27377, મીરા રોડમાં 98197 84555, ભાઈંદરમાં 93215 67974, નાલાસોપારામાં 98902 75982, વિરારમાં 98500 16878 નંબર પર સંપર્ક કરવો.

Education central board of secondary education 10th result 12th exam result gujaratis of mumbai gujarati community news bhayander news mumbai mumbai news