મુંબઈ તાજ હોટલ પાસે બિલ્ડીંગમાં આગ, ફસાયેલા લોકોને બચાવવા કવાયત્

21 July, 2019 03:14 PM IST  | 

મુંબઈ તાજ હોટલ પાસે બિલ્ડીંગમાં આગ, ફસાયેલા લોકોને બચાવવા કવાયત્

(ફોટો: ANI)

મુંબઈના કોલાબામા તાજ હોટલ પાસે આવેલા મેવેદર રોડ પર ચર્ચિલ ચેમ્બર બિલ્ડીંગના ત્રીજા માળ પર લેવલ-2માં આગનો બનાવ બન્યો છે. બિલ્ડીંગમાં ઘણા લોકો ફસાયા હોવાની સંભાવના છે. ફાયર બ્રિગેડ દ્વારા હાલ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. હાલ કોઈ જાનહાનિના બનાવના સમાચાર નથી. હાલ આગ કયા કારણોસર લાગી તે બહાર આવ્યું નથી. રવિવાર હોવાથી આ બિલ્ડીંગમાં વધારે લોકો હતા નહી તો મોટી હોનારત થવાની પણ સંભાવના હતી

કોલાબા સ્થિત ફેમસ તાજ હોટલ પાસે આવેલી આ ઈમારતમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર રિપોર્ટ મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ઈમારતમાં અનેક લોકો ફસાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે હાલ કોઈ જાનહાની બની નથી.

આ પણ વાંચો: માર્વેલ લઈને આવી રહ્યું છે 11 રોમાંચક ફિલ્મ-વેબ સિરીઝ

રવિવારે બપોરે બિલ્ડીંગના ત્રીજા લેવલ-2માં અચાનક આગ લાગી હતી. હાલ આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. જો કે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ મહેનત કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર અંદર 9 જેટલા લોકો ફસાયેલા હતા જેમને સુરક્ષિત માર્ગે બહાર કાઢવામાં આવી રહ્યાં છે.

mumbai news gujarati mid-day