`બાઇકોવર કા ઝાતો...` વિરાર-દહાણુ લોકલમાં મુસાફરો વચ્ચે મારઝૂડનો વીડિયો વાયરલ

02 August, 2025 07:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Fight in Mumbai Local Train: મુંબઈની પશ્ચિમ રેલ્વેની વિરાર-દહાણુ લોકલ ટ્રેનમાં મુસાફરો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઘટના વિરારથી દહાણુ જતી લોકલ ટ્રેનમાં બની હતી. આ વિવાદનું કારણ ફક્ત ટ્રેનમાં ચઢતી વખતે એકબીજાને ધક્કો મારવા અંગે હતું.

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

મુંબઈની પશ્ચિમ રેલવેની વિરાર-દહાણુ લોકલ ટ્રેનમાં મુસાફરો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઘટના વિરારથી દહાણુ જતી લોકલ ટ્રેનમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે સફાલે અને પાલઘરના મુસાફરો વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે જ્યારે તેઓએ ટ્રેનમાં ચઢતી વખતે એકબીજાને ધક્કો માર્યો તો તે વાત માર-પીટ સુધી પહોંચી ગઈ.

વિવાદનું કારણ ફક્ત ટ્રેનમાં ચઢતી વખતે એકબીજાને ધક્કો મારવા અંગે હતું
આ વિવાદનું કારણ ફક્ત ટ્રેનમાં ચઢતી વખતે એકબીજાને ધક્કો મારવા અંગે હતું, હાલમાં વહીવટીતંત્ર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. આવી ઘટનાઓ મુંબઈ લોકલ ટ્રેનોમાં મુસાફરોની સલામતી અને વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરે છે. આવી ઘટનાઓને રોકવા માટે રેલવે વહીવટીતંત્રે કડક પગલાં લેવાની જરૂર છે. આના કારણે અન્ય મુસાફરોને પણ અસુવિધાનો સામનો કરવો પડે છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં મહિલાઓ વચ્ચે ઝઘડો
એક મહિના પહેલા મુંબઈ લોકલ ટ્રેનમાંથી આવો જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં કર્જતથી મુંબઈ જતી ટ્રેનમાં બે મહિલાઓ નજીવી બાબતમાં ઝઘડો કરવા લાગી હતી અને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટના વિક્રોલી અને ઘાટકોપર સ્ટેશન વચ્ચે બની હતી, જ્યારે ટ્રેનમાં ભીડ હતી અને વાતાવરણ પહેલાથી જ તંગ હતું.

કોણી લાગી જવાથી શરૂ થયો ઝઘડો
કોણી લાગી જવાથી બે મહિલાઓ વચ્ચે ઝઘડો શરૂ થયો, જે ટૂંક સમયમાં ગંભીર બન્યો અને બંને મહિલાઓ એકબીજાને મારવા લાગી. નજીકમાં ઉભેલી કેટલીક મહિલાઓએ તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પણ ઝઘડામાં ફસાઈ ગયા. આ દરમિયાન કેટલીક મહિલાઓને ધક્કો મારવામાં આવ્યો અને એક મહિલાએ ગુસ્સામાં તેણે બીજા મુસાફરનો હાથ કરડ્યો.

લોકો રેલવે પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ નથી...
મુસાફરોએ તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી, પરંતુ એવો આરોપ છે કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. આ ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે મહિલા મુસાફરોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. રેલવે અધિકારીઓએ કહ્યું છે કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર પડ્યે કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઈમાં આ અઠવાડિયાની શરૂઆતથી જ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે પણ મુંબઈમાં ભારે વરસાદ ચાલુ રહ્યો, જેના કારણે લોકોનું જીવન ખોરવાઈ ગયું અને શહેરમાં વાહનવ્યવહાર પણ ધીમો પડી ગયો છે. આ વરસાદ વચ્ચે, મધ્ય રેલવેની એસી લોકલ ટ્રેનનો એક વીડિયો તાજેતરમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની વ્યાપક ટીકા થઈ રહી છે અને શહેરમાં ચોમાસા માટે પ્રશાસને કરેલી તૈયારીઓ અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

mumbai local train mumbai transport virar dahanu palghar social media viral videos instagram twitter mumbai news mumbai maharashtra maharashtra news news