ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો આપશે શિંદે, મુંબઈમાં ખુલશે વધુ એક શિવસેના ભવન

12 August, 2022 06:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે એકનાથ શિંદે મુંબઈના દાદરમાં જ વધુ એક શિવસેના ભવન ખોલવાની તૈયારી કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ આ સંબંધે તે પગલું પણ લેશે.

એકનાથ શિંદે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો આપવા જઈ રહ્યા છે. પહેલા શિવસેનાના બે-તૃતિયાંશ વિધેયકો અને સાંસદોને પોતાની તરફ કર્યા બાદ શિંદે મુંબઈના દાદરમાં વધુ એક શિવસેના ભવન શરૂ કરવા જઈ રહ્યા છે. જો કે, પહેલા એ માનવામાં આવી રહ્યું હતું કે શિંદે બાળાસાહેબના શિવસેના ભવન પર પોતાનો દાવો કરશે જે છેલ્લા પાંચ દાયકાથી શિવસૈનિકોના ન્યાય ભવન તરીકે સ્થાપિત છે પણ, હવે મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે એકનાથ શિંદે મુંબઈના દાદરમાં જ વધુ એક શિવસેના ભવન ખોલવાની તૈયારી કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ આ સંબંધે તે પગલું પણ લેશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ઇચ્છે છે કે દાદરમાં તેમની પાર્ટીની એક મોટી ઑફિસ હોય. જ્યારથી તે મુખ્યમંત્રી બન્યા છે, રાજ્યના લોકોએ તેમને અઢળક પ્રેમ આપ્યો છે. તેમને આશીર્વાદ આપવા અને સમર્થન બતાવવા માટે અનેક લોકો તેમને મળી રહ્યા છે. એકનાથ શિંદે સાથે મુલાકાત માટે સામાન્ય નાગરિકો મુંબઈ આવી રહ્યા છે. સાથે જ મુંબઈ આવીને મુખ્યમંત્રીને મળીને પોતાની મુશ્કેલીઓ પણ જણાવી રહ્યા છે. એકનાથ શિંદે માને છે કે આવા હજારો નાગરિકોને મળવા માટે મુંબઈના મધ્યમાં એક મોટી ઑફિસની જરૂર છે. શિંદે સમૂહના વિધેયક સદા સરવણકરે માહિતી આપી છે કે ટૂંક સમયમાં જ તે દિશામાં પગલું લેવામાં આવશે.

શિવસેના શાખા, શિવસેના ભવન, શિવસેના પાર્ટી બધી શિવસેના સાથે સંબંધિત છે. શિંદે જૂથના વિધેયક પ્રમાણે, પ્રસ્તાવિત નવી ઑફિસના માધ્યમે સામાન્ય લોકોની સમસ્યાઓ ઉકેલવામાં આવશે. સદા સરવણકરે એ પણ જણાવ્યું કે એકનાથ શિંદે નક્કી કરશે કે આ ઑફિસનું નામ શું રાખવામાં આવશે. 

દાદરમાં જ કેમ?
દાદર મુંબઈનું સેન્ટર છે. આ સ્થળે બાળાસાહેબ ઠાકરેની સમાધિ છે. દાદર શિવાજી પાર્ક સાથે જોડાયેલા છે સાથે જ શિવસેનાના છ દાયકાની સ્મૃતિઓ છે. આથી આ સ્થળે શિંદેની એક ઑફિસ બનાવવી મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા સંકેત આપે છે.

Mumbai mumbai news eknath shinde uddhav thackeray shiv sena dadar