19 August, 2025 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદેએ ૧૨ જ્યોતિર્લિંગમાંના એક ભીમાશંકર મહાદેવની પૂજા કરી
શ્રાવણના છેલ્લા સોમવારે ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ૧૨ જ્યોતિર્લિંગમાંના એક ભીમાશંકર મહાદેવની પૂજા કરી હતી. રાજ્યમાં બધે સારો વરસાદ પડે, ખેડૂતના સારા દિવસો આવે, રાજ્યની જનતા માટે સુખ-શાંતિ અને આનંદના દિવસો આવે એવી પ્રાર્થના તેમણે ભીમાશંકરના ચરણે કરી હતી.