ગણેશોત્સવ માટેની ગાઇડલાઇન્સના અભાવમાં મૂર્તિઓનું બુકિંગ પચાસને બદલે પંદર જ ટકા

23 June, 2021 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ, થાણે અને પુણેમાં મોટી સંખ્યામાં પધરાવવામાં આવતી પેણની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓના વેપારીઓને મોટો ફટકો પડવાની શક્યતા

ગણપતિની થઈ રહેલી તૈયારીની ફાઇલ તસવીર

મુંબઈમાં મોટી સંખ્યામાં પધરાવવામાં આવતી પેણની ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિબાપ્પાની મૂર્તિને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. દર વર્ષે ૧૫ જૂન સુધીમાં મોટી સંખ્યામાં વેપારીઓનું સાડુ  માટીથી બનાવવામાં આવતી બાપ્પાની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિનું પચાસ ટકા બુકિંગ થઈ જતું હોય છે, પણ આ વખતે સરકાર તરફથી પણ ગણેશોત્સવને લઈને કોઈ સ્પષ્ટ ગાઇડલાઇન્સ ન હોવાથી વેપારીઓ તેમ જ મૂર્તિકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.

મુંબઈ અને પુણેના ગણપતિની મૂર્તિના નાના વેપારીઓ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પેણમાં મૂર્તિઓ બુક કરવા તૈયાર નથી. દર વર્ષે ૧૫ જૂન સુધીમાં ૫૦ ટકા મૂર્તિઓ બુક થઈ ગઈ હોય છે, પણ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માત્ર ૧૫ ટકા જ મૂર્તિઓ બુક થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સામાન્ય સંજોગોમાં જૂન મહિનામાં કેટલાંક મંડળો અને ઘરગુથ્થી ગણપતિ લેતા લોકો ગણપતિ બુક કરાવવા વીક-એન્ડમાં ગણપતિના સ્ટૉલની મુલાકાત લેતા હોય છે. જોકે સરકાર દ્વારા ગણપતિ વિશેની કોઈ માર્ગદર્શિકા જાહેર ન થતાં તેઓ મૂર્તિ બુક કરાવતા નથી, જેનો ફટકો વેપારીઓની સાથે-સાથે મૂર્તિકારોને પણ પડ્યો છે. મુંબઈ, થાણે અને પુણેમાં મોટા ભાગની મૂર્તિઓ પેણથી આવતી હોય છે.

પેણ શ્રીગણેશ મૂર્તિકાર અને વ્યાવસાયિક કલ્યાણકારી મંડળના અધ્યક્ષ શ્રીકાંત દેવધરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૂન ૧૫ સુધીમાં મુંબઈ અને પુણેના નાના વેપારીઓ અમારી પાસેનો ગણપતિની મૂર્તિઓનો ૫૦ ટકા માલ વેચવા માટે લઈ જતા હોય છે. જોકે આ સમયે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને તેમની પાસે કોઈ ગણપતિ બુક કરાવતું નથી. આ જ કારણસર તેઓ અમારી પાસે ગણપતિ લેતા નથી. જો સરકાર ગણપતિ અંગેની માર્ગદર્શિકા બહાર પાડી દે તો નાના વેપારીઓને અને અમને મોટો ફાયદો થશે.’

મુલુંડમાં ગણપતિની મૂર્તિઓનો વેપાર કરતા શરદ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે વીક-એન્ડમાં લોકો ગણપતિ બુક કરાવવા માટે આવતા હોય છે, પણ સરકારની ગાઇડલાઇન્સ આવી ન હોવાથી તેમના મનમાં એક પ્રકારનો ડર રહેતો હોય છે. અમે પણ કોરોનાની ત્રીજી લહેર અને સરકારની ગાઇડલાઇન્સ ન આવી હોવાથી આ સમયે ગણપતિની મૂર્તિઓનો માલ માત્ર ૨૦ ટકા જેવો જ લીધો છે. આવતા સમયમાં રાજ્ય સરકારની ગાઇડલાઇન્સ જે પ્રમાણે આવશે એવી રીતે અમે વધુ મૂર્તિઓ લઈશું.’

હૉસ્પિટલનું શું કહેવું છે?

રાજાવાડી હૉસ્પિટલનાં ચીફ મેડિકલ ઑફિસર વિદ્યા ઠાકુરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ બનાવ બાદ એની ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે. પેશન્ટ ક્રિટિકલ છે અને તે આઇસીયુમાં દાખલ છે. તેને લિવરની સમસ્યા હોવાથી સારવાર લઈ રહ્યો છે. પેશન્ટની લેફ્ટ આંખમાં ઉંદર કરડ્યો છે.’

mumbai mumbai news ganesh chaturthi mehul jethva