ડોમ્બિવલી એમઆઈડીસીમાં કેમિકલ કંપનીના બોઈલરમાં જોરદાર વિસ્ફોટ, જાણો વિગતો

23 May, 2024 04:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડોમ્બિવલી એમઆઈડીસીથી દૂર-દૂરથી પણ આકાશમાં કાળા ધુમાડાના વિશાળ પ્લુમ્સ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેના પરથી અનુમાન લગાવવામાં આવે છે કે વિસ્ફોટની તીવ્રતા વધુ છે

પ્રતીકાત્મક તસવીર

ગુરુવારે બપોરે ડોમ્બિવલીના એમઆઈડીસી (Dombivli MIDC Blasts) વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનું ચોક્કસ કારણ અને ગંભીરતા હજુ જાણી શકાયું નથી. જોકે, ડોમ્બિવલી એમઆઈડીસીથી દૂર-દૂરથી પણ આકાશમાં કાળા ધુમાડાના વિશાળ પ્લુમ્સ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેના પરથી અનુમાન લગાવવામાં આવે છે કે વિસ્ફોટની તીવ્રતા વધુ છે. એમઆઈડીસીમાં આવેલી કંપનીના બોઈલરમાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળે છે. એમઆઈડીસી ફેઝ-2માં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાનું કહેવાય છે.

પ્રાથમિક માહિતી અનુસાર, એમઆઈડીસી વિસ્તાર (Dombivli MIDC Blasts)માં અમોધન કેમિકલ કંપનીના બોઈલરમાં વિસ્ફોટ થયો હતો. આ કંપનીનું નામ હજુ જાણવા મળ્યુ નથી. જોકે, આ વિસ્ફોટ બાદ ડોમ્બિવલી વિસ્તારમાં ઘણા કિલોમીટર સુધી આ વિસ્ફોટના આંચકા અનુભવાયા હતા, જેના કારણે આ વિસ્તારમાં અનેક ઈમારતોના કાચ તૂટી ગયા છે. આ વિસ્ફોટ શક્તિશાળી હોવાની શક્યતા છે. તો હવે તમામની નજર આ વિસ્ફોટમાં કેટલા લોકોના મોત થયા છે તેના પર મંડાયેલી છે. હાલ ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. આ અકસ્માતમાં છથી સાત કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

અહીં હજુ પણ વિસ્ફોટ (Dombivli MIDC Blasts) થઈ રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આથી આ આગ વધુ પ્રસરે તેવી આશંકા છે. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા છે. જોકે, હાલમાં વિસ્ફોટના આંચકાને કારણે એમઆઈડીસીની આસપાસનો વિસ્તાર ધરાશાયી થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.

એમઆઈડીસીમાં કામ કરતાં લોકોની પ્રતિક્રિયા

ભયાનક વિસ્ફોટ બાદ MIDCમાંથી બહાર આવેલા એક કર્મચારીએ એબીપી માઝા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, “અમારી બાજુની કંપનીમાં જ વિસ્ફોટ થયો હતો. એટલો જોરદાર વિસ્ફોટ થયો કે અમે બધા બહાર નીકળી ગયા. બધા અગનગોળા આવી રહ્યા હતા. કામદારે કહ્યું કે અમારા હાથ બળી ગયા છે.

કેટલાક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ત્યાં જોરદાર વિસ્ફોટ થયા હતા, ધ્રુજારીના આંચકા બે થી ત્રણ કિલોમીટર સુધી અનુભવાયા હતા. અનેક ઘરોની બારીઓના કાચ તૂટી ગયા છે. શારદી ફાયર બ્રિગેડના વધારાના ફાયર ટેન્ડરોને બોલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આગ વિકરાળ હોવાથી હજુ સુધી ફાયર ફાઈટર આગને કાબુમાં લઈ શક્યા નથી. અહીં હજુ પણ વિસ્ફોટો ચાલુ છે.

કંપનીમાં કેમિકલના ડ્રમના જથ્થાને કારણે શ્રેણીબદ્ધ વિસ્ફોટ, ફાયર બ્રિગેડ પ્રવેશ કરી શકી નથી: પૂર્વ કોર્પોરેટર મંદાર હલબે

“થોડા સમય પહેલા એક વિસ્ફોટ થયો છે. ધુમાડો દૂર દૂર સુધી ફેલાયો છે. અમે લગભગ 20-25 ઘાયલ લોકોને દોડતા જોયા. ડોમ્બિવલીના ભૂતપૂર્વ કોર્પોરેટર મંદાર હલબેએ માહિતી આપી હતી કે કંપનીમાં રાખવામાં આવેલા કેમિકલના ડ્રમ હજુ પણ ફૂટી રહ્યા છે. હાલ ફાયર બ્રિગેડ અને ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલમાં કંપનીમાંથી ધુમાડાના મોટા ગોટેગોટા નીકળી રહ્યા છે. મંદાર હલબેએ કહ્યું કે ફાયર બ્રિગેડ માટે અંદર જવું શક્ય નહોતું.”

dombivli mumbai mumbai news photos