Ganesh fetival 2021: મુંબઈમાં કડક સુરક્ષા વચ્ચે ભક્તોએ ગણપતિ બપ્પાને આપી વિદાય

19 September, 2021 05:12 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગણેશ ફેસ્ટિવલનો આજે અંતિમ દિવસ છે. ભક્તો આજે ગણેશજીને વિદાઈ આપી રહ્યાં છે.

લાલ બાગ ચા રાજાનું વિસર્જન (તસવીરઃશદાબ ખાન)

ગણેશ ફેસ્ટિવલનો આજે અંતિમ દિવસ છે. ભક્તો આજે ગણેશજીને વિદાઈ આપી રહ્યાં છે. BMCએ 73 કુદરતી અને 173 કૃત્રિમ વિસર્જન સ્થળ બનાવ્યાં છે.  24 વિવિધ વિભાગોમાં મુંબઈના લોકોને સેવા આપવા માટે લગભગ 25,000 સંબંધિત સ્ટાફ-કર્મચારીઓ વિવિધ સ્થળોએ હાજર રહેશે. ગણેશ ગલ્લીમાં મુંબઇચા રાજા મંડળની ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે ગિરગામ ચોપાટી વિસર્જન સમારોહમાં ભાગ લીધો હતો. બીએમસી અનુસાર,   વિસર્જન સ્થળો પર 715 જેટલા લાઇફગાર્ડ્સ તૈનાત હતા અને સ્થળ પર 39 એમ્બ્યુલન્સ અને 36 મોટરબોટ આવશ્યક સેવાઓ માટે દરિયાની સપાટી પર રાખવામાં આવી હતી.

લાલબાગ, પરેલ, ગિરગામ, જુહુ, વર્સોવા, પવઈ, મધ, માર્વે, અક્સા બીચ, દાદર ચોપાટી સહિત મુંબઈના 55 થી વધુ રસ્તાઓને શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા વન-વે રસ્તામાં ફેરવવામાં આવ્યા હતા.

વિસર્જન સમારોહ માટે દક્ષિણ મુંબઈ ટ્રાફિક વિભાગ હેઠળ 21 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ગણેશ ચતુર્થી એ 10 દિવસનો તહેવાર છે, જે 10 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો. ભક્તો ગણેશજીની દસ દિવસ પૂજા અર્ચના કરી દસમાં દિવસે ગણેશજીનું વિસર્જન કરે છે. 

mumbai mumbai news ganesh chaturthi mumbai police