સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર પછી રેસ્ટોરાં વિશે નિર્ણય લેવાશેઃ ઉદ્ધવ

06 July, 2020 10:59 AM IST  |  Mumbai Desk | Agencies

સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર પછી રેસ્ટોરાં વિશે નિર્ણય લેવાશેઃ ઉદ્ધવ

ઉદ્ધવ ઠાકરે

મુખ્ય પ્રધાને ગઈ કાલે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાના અનુસંધાનમાં હોટેલો અને રેસ્ટોરાંને ફરી ખોલવા બાબતે સંબંધિત તમામ બાબતોની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) નક્કી થયા પછી હોટેલ અને રેસ્ટોરાંને ફરી શરૂ કરવા વિશે નિર્ણય લેવાશે. હોટેલો, રેસ્ટોરાં અને લૉજના સંગઠનના પ્રતિનિધિઓ જોડે સંવાદ દરમ્યાન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘મિશન બિગિન અગેઇન હેઠળ અર્થતંત્રને ફરી પાટે ચડાવવા માટે ધીમે-ધીમે તબક્કાવાર રીતે જુદા-જુદા ક્ષેત્રોને ખોલવાની વિચારણા કરવામાં આવશે. હોટેલ અને રેસ્ટોરાં માટે રેગ્યુલેશન, સેલ્ફ-રેગ્યુલેશન, વર્ક ફોર્સ સ્ટ્રેન્ગ્થ, હેલ્થ સેફ્ટી મેઝર્સ વગેરે બાબતોની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર્સ (SOP)નાં ધારાધારણો ઘડવાની કાર્યવાહી ચાલી રહી છે. એ કાર્યવાહી પૂરી થયા પછી પર્યટન ઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ હોટેલ-રેસ્ટોરાંને ફરી ખોલવાની જાહેરાત કરવાની તૈયારી કરવામાં આવશે.’

uddhav thackeray mumbai mumbai news maharashtra