ટીનેજર પુત્રવધૂ પર બળાત્કાર ગુજારનાર સસરાને આજીવન કેદ

09 October, 2019 01:21 PM IST  |  પાલઘર

ટીનેજર પુત્રવધૂ પર બળાત્કાર ગુજારનાર સસરાને આજીવન કેદ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રની અદાલતે ૫૦ વર્ષના આધેડને ૨૦૧૫માં પોતાની ટીનેજર પુત્રવધૂ પર બળાત્કાર ગુજારવા બદલ આજીવન કેદની સજા ફટકારી છે.

એડિશનલ સેશન્સ જજ એ. યુ. કદમે સોમવારે આદેશ આપતાં જણાવ્યું હતું કે સરકારી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અને પાલઘરમાં રહેતા આરોપીને કડક સજા ફટકારવી જરૂરી હતી. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જ્વલા મોહોલકરે અદાલતને જણાવ્યું હતું કે ૨૦૧૫માં પીડિતા જ્યારે ૧૫ વર્ષની હતી ત્યારે તેનાં લગ્ન થયાં હતાં અને તેનો પતિ હોટેલ મૅનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો હોવાથી દિવસનો મોટાભાગનો સમય ઘરની બહાર રહેતો હતો.

પીડિતાની સાસુ પણ કેટલીક વખત કામાર્થે ઘરની બહાર જતાં હતાં. ઑક્ટોબર, ૨૦૧૫માં આરોપીએ એક કરતાં વધુ વખત પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો.

પછીથી પીડિતા ગર્ભવતી બની હતી અને તે સ્થિતિમાં પણ જ્યારે ઘરના અન્ય સભ્યો હાજર ન હોય ત્યારે આરોપીએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા જ્યારે તેનો પ્રતિકાર કરતી હતી ત્યારે તે તેને આકરાં પરિણામની ધમકી આપતો હતો. ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર પીડિતાએ તેના પતિ અને સાસુને આ ઘટનાની જાણ કરી હતી, પણ તેમણે તેની વિનવણીઓને અવગણી હતી. જ્યારે પીડિતા તેનાં માતા-પિતાના ઘરે ગઈ ત્યારે આરોપીએ ત્યાં મોં ન ખોલવાની અને જો તેમ કરશે તો લગ્ન તોડી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : રાજ્યની 288 વિધાનસભા બેઠક પર 3239 ઉમેદવાર મેદાનમાં

પછીથી પીડિતાનું એબોર્શન થયું હતું અને તે પોતાના પરિવારના સભ્યો સાથે તુલિંજ પોલીસ સ્ટેશન ગઈ હતી અને કેસ દાખલ કર્યો હતો, જેને પગલે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

palghar maharashtra Crime News