Covid-19: મહારાષ્ટ્રમાં આજથી 1 મે સુધી બંધ રહેશે દરેક પ્રકારનું શૂટિંગ

14 April, 2021 04:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તરફથી જાહેર કરવામાં આવેલ `બ્રેક ધ ચેઇન` આદેશ હેઠળ રાજ્યભરમાં બુધવારે રાતે 8 વાગ્યાથી 1 મે સવારે 7 વાગ્યા સુધી દિશાનિર્દેશો પ્રભાવમાં રહેશે.

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)

કોરોનાવાયરસના કેસને અટકાવવા માટે જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશો હેઠળ બુધવારે સાંજે એટલે કે 14 એપ્રિલ 2021થી રાજ્યમાં ફિલ્મો, ટીવી સીરિયલ્સ અને જાહેરાતોના શૂટિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પીટીઆઇમાં આવેલા સમાચાર પ્રમાણે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તરફથી જાહેર કરવામાં આવેલ `બ્રેક ધ ચેઇન` આદેશ હેઠળ રાજ્યભરમાં બુધવારે રાતે 8 વાગ્યાથી 1 મે સવારે 7 વાગ્યા સુધી દિશાનિર્દેશો પ્રભાવમાં રહેશે.

મળતી માહિતી પ્રમાણે, હાલના આદેશથી તે શૂટિંગ પર પણ પ્રતિંબધ મૂકવામાં આવેલો છે, જે વારંવાર કોવિડ ટેસ્ટ અને ભીડભર્યા સીનથી બચવા માટે સાવચેત રહીને કરવામાં આવતા હતા. ફેડરેશન ઑફ વેસ્ટર્ન સિને એમ્પ્લૉઇઝના અધ્યક્ષ બી એન તિવારીએ કહ્યું કે રાજ્ય સરકારનો આ નિર્ણય એક `મોટા ઝટકા` તરીકે આવ્યો છે. તિવારીએ કહ્યું કે અમને કામ કરવા દેવું જોઇએ. ફિલ્મ અને ટીવી શૂટિંગ સંપૂર્ણ સાવચેતી, અને દરક સરકારી દિશા નિર્દેશોના પાલન સાથે કરવામાં આવે છે. પણ શૂટિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ ઝટકો છે.

ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇઝના અધ્યક્ષ બી એન તિવારીએ કહ્યું કે અમે મુખ્યમંત્રીને લેટર લખવાની યોજના બનાવી રહ્યા છે જેમાં અમે તેમને શૂટિંગની પરવાનગી આપવાની રિક્વેસ્ટ કરશે. તેમના પ્રમાણે, મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની `ગુડબાય`, શાહરુખ ખાનની `પઠાન` અને સલમાન ખાનની `ટાઇગર 3` સહિત અનેક મોટી ફિલ્મોનું શૂટિંગ પ્રભાવિત થશે.

ઇન્ડિયન ફિલ્મ્સ એન્ડ ટીવી પ્રૉડ્યૂસર્સ કાઉન્સિલની ટીવી તેમજ વેબ વિંગના અધ્યક્ષ જે ડી મજીઠિયાએ કહ્યું કે સંગઠન આદેશનું પાલન કરશે પણ મુખ્યમંત્રીને નિર્ણય પર પુનર્વિચારનો આગ્રહ કરશે. જણાવવાનું કે આ પહેલા બૉલિવૂડના અનેક મોટા એક્ટર અને એક્ટ્રેસ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તાજેતરમાં અક્ષય કુમાર પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. એટલું જ નહીં તેમની ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલા અનેક લોકો પણ પછીથી કોરોનાના સંક્રમણમાં સંપડાયા હતા. સ્થિતિ એવી થઈ કે ફિલ્મનું શૂટ અટકાવવું પડ્યું.

Mumbai Mumbai news coronavirus covid19 maharashtra uddhav thackeray