Coronavirus: મુંબઇમાં Covid-19થી સૌથી વધુ પ્રભાવિત વર્લી-પ્રભાદેવી

06 April, 2020 07:28 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: મુંબઇમાં Covid-19થી સૌથી વધુ પ્રભાવિત વર્લી-પ્રભાદેવી

પોલીસ કર્મચારી તેમની ફરજ માટે પરેલ વિસ્તારમાં સજ્જ થઇ રહ્યા છે. તસવીર-પ્રદીપ ધીવર

મુંબઇના અમુક વિસ્તારોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઇ રહ્યું તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે Covid-19નાં દર્દીઓને મામલે શહેરમાં કોઇ ચોક્કસ ટ્રેન્ડ જોવા નથી મળી રહ્યો. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસિઝ મુંબઇમાં જોવા મળ્યા છે.રાજ્યનાં 748 પૉઝિટીવ કેસિઝમાંથી 450 મુંબઇનાં છે અને તેમાંથી સૌથી વધુ એટલેકે 68 કેસિઝ શહેરનાં G સાઉથ વોર્ડમાં જોવા મળ્યા છે.આ વોર્ડમાં વર્લી, પ્રભાદેવી, કોળીવાડા, જીજામાતાનો સમાવેશ થાય છે.ભાયખલ્લાનો જેમા સમાવેશ થાય છે તેવા E વોર્ડમાં કેસિઝની સંખ્યા એક જ દિવસમાં 19માંથી 44 થઇ ગઇ હતી.D વોર્ડ જેમાં મલાબાર હિલ, તારદેવનો સમાવેશ થાય છે ત્યાં ૩૪ કેસિઝ અને જોગેશ્વરીથી વિલેપાર્લેની વચ્ચે Kઇસ્ટ અને વેસ્ટ વોર્ડમાં 63 કેસિઝ પૉઝિટીવ નોંધાયા છે.પશ્ચિમ સબર્બ્ઝમાં જોગેશ્વરીથી વિલેપાર્લેમાં સૌથી વધુ Covid-19 દર્દીઓ છે અને પૂર્વિય સબર્બ્ઝમાં ચેમ્બુર, દેવનાર, ગોવાનીમાં 47 કેસિઝ, ગોરેગાંવમાં 24 કેસિઝ તથા ખાર બાંન્દ્રામાં H – પૂર્વમાં 25 કેસિઝ નોંધાયા છે. ઉત્તર શહેરમાં કેસિઝ ઓછા છે. દહિંસર અને બોરીવલીમાં અનુક્રમે છ અને સાત કેસિઝ નોંધાયા છે. B વોર્ડમાં ડોંગરી અને જેજેનો સમાવેશ થાય છે જ્યાં ચાર કેસ નોંધાયા છે.મહારાષ્ટ્રમાં નોંધાયેલા કૂલ  748  કોરોનાવાઇરસ પૉઝિટિવ કેસિઝમાંથી 63 ટકા પુરુષો છે. મેડિકલ એજ્યુકેશન એન્ડ ડ્રગ્ઝ ડિપાર્ટમેન્ટનાં ડેટા અનુસાર રાજ્યમાં કૂલ 45 મોત વાઇરસને કારણે થયા છે. 

મુંબઇમાં સૌથી વધુ 458 કેસિઝ છે, પુનામાં 100 તથા સાંગલીમાં 25 અને થાણેમાં 82 કેસિઝ નોંધાયા છે. BMCએ એપ્રિલ 5 સુધીમાં થયેલા કેસિઝની વિગતો વોર્ડ અનુસાર જાહેર કરી છે.

covid19 coronavirus mumbai news mumbai maharashtra prabhadevi worli