Coronavirus Scare: મહારાષ્ટ્રનાં પુનામાં Covid-19થી વધુ એક મૃત્યુ

30 March, 2020 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Scare: મહારાષ્ટ્રનાં પુનામાં Covid-19થી વધુ એક મૃત્યુ

મહારાષ્ટ્રમાં નવા કેસિઝની સંખ્યા થઇ 12.

મહારાષ્ટ્રમાં કોરોનાવાઇરસથી સંક્રમિત હોય તથા મોતના મ્હોમાં ધકેલાઇ ગયા હોય તેવા દર્દીઓનો આંકડો ૯ પર પહોંચ્યો છે. પુનામાં 53 વર્ષનાં એક પુરુષનું મૃત્યુ થયું છે જેની સારવાર ખાનગી હૉસ્પિટલમાં ચાલી રહી હતી.મહારાષ્ટ્રમાં નવા પૉઝિટીવ કેસિઝની સંખ્યા 12 નોંધાવાથી કૂલ પોઝિટીવ કેસિઝની સંખ્યા 215 થઇ છે તેવું સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું. મુંબઇમાં આ પહેલા 7 મૃત્યુ થયા હતા અને બુલ્ધન્સમાં 1 મોત નોંધાયું હતું. હવે આ આંકડો પુનામાં થયેલા મોત બાદ 9 થયો છે. મૃતકની ટ્રાવેલ હિસ્ટરી અને તબિયતનાં છેલ્લા રિપોર્ટ હજી જાહેર નથી કરાયા. મુંબઇમાં ત્રણ નવા કેસ, બે નાગપુરમાં તથા એક એક કેસ કોલ્હાપુર, નાસિક અને પુનામાં નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં કેસિઝની સ્થિતિ આ અનુસાર છે, મુંબઇમાં 88, પુના 42, સાંગલી 25, થાણે 23, નાગપુર 16, અહમદનગર 5, યવતમાલ 4, સતારા તથા કોલ્હાપુરમાં 2-2 તથા નાસિક, રત્નાગીરી, ઔરંગાબાદ, સિંધુદુર્ગ, ગોંડિયા,બુલ્ધાના અને જલગાંવમાં એક એક કેસ નોંધાયો છે તથા એક કેસ ગુજરાતથી અહીં પહોંચ્યો છે.કૂલ 38 દર્દિઓ સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. આ દર્દિઓ મુંબઇ, પુના, યવતમાલ, નાગપુર અને ઔરંગાબાદનાં છે.મહારાષ્ટ્રમાં લગભગ 17,151 જેટલા લોકો હોમ ક્વોરેન્ટિનમાં છે તથા 960 જેટલા હૉસ્પિટલમાં ક્વોરેન્ટાઇન ફેસિલિટીમાં છે.

covid19 coronavirus maharashtra pune