લૉકડાઉનના ભંગ બદલ થાણેના 200 દુકાનદારોને અપાઇ નોટિસ

21 May, 2020 08:06 AM IST  |  Thane | Agencies

લૉકડાઉનના ભંગ બદલ થાણેના 200 દુકાનદારોને અપાઇ નોટિસ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને લૉકડાઉનની માર્ગદર્શિકાનો ભંગ કરવા બદલ મુમ્બ્રાના આશરે 200 દુકાનદારોને નોટિસ ફટકારી છે.

આ ઉપરાંત મહાનગરપાલિકાના કર્મચારીઓને તેમની ફરજ બજાવતા અટકાવવા બદલ આઠ વ્યક્તિઓ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો એમ મુમ્બ્રા વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર મહેશ આહિરે જણાવ્યું હતું. જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ 32 દુકાનદારોને (પ્રત્યેકને) 1000નો દંડ થયો હતો.

સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે ગ્રાહકોનું નિયમન ન કરવા બદલ અને પરવાનગી સિવાયના સમયે દુકાનો ખુલ્લી રાખીને લોકડાઉનના નિયમોનો ભંગ કરનારા આશરે 200 દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી હતી. મહાનગરપાલિકાના કર્મચારીઓને ફરજ બજાવતાં અટકાવનારી વ્યક્તિઓ સામે એપિડેમિક ઍક્ટ અને ડિઝૅસ્ટર કન્ટ્રોલ મૅનેજમેન્ટ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. થાણે મ્યુનિસિપલ કમિશનર વિજય સિંઘલે કૉર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓને શહેરમાં લૉકડાઉનનો કડક અમલ કરવાની તાકીદ કરી છે.

thane maharashtra mumbai mumbai news coronavirus covid19 lockdown