ઍન્જિયોપ્લાસ્ટી કરાવી ચૂકેલા મુખ્યપ્રધાન ઠાકરેએ બધું કામ કરવું ન જોઇએ

04 December, 2019 03:31 PM IST  |  Mumbai | Vinod Kumar Menon

ઍન્જિયોપ્લાસ્ટી કરાવી ચૂકેલા મુખ્યપ્રધાન ઠાકરેએ બધું કામ કરવું ન જોઇએ

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વધારાનું સ્ટ્રેસ લેશે તો તેમની તબિયતને અસર થઈ શકે છે. ૫૯ વર્ષના ઉદ્ધવ ઠાકરે અગાઉ ઍન્જિયોપ્લાસ્ટી કરાવી ચૂક્યા છે. ઉદ્ધવ ઠાકરે તેમની હેલ્થ વિશે શું ધ્યાન રાખવું જોઈએ એ સંદર્ભે ‘મિડ-ડે’એ એક નિષ્ણાતનો સંપર્ક કર્યો ત્યારે તેમણે એવી સલાહ આપી હતી કે ઉદ્ધવ ઠાકરેએ કડક શાસન અને પ્રતિનિધિમંડળના કામ પાછળ વધુપડતો સ્ટ્રેસ ન લેવો જોઈએ.

ઉદ્ધવ ઠાકરેને 2012 ની 20 જુલાઈએ હાર્ટમાં અનેક બ્લૉકેજિસ હોવાને કારણે લીલાવતી હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યા હતા અને તેમને 8 સ્ટેન્ટ બેસાડવાં પડ્યાં હતાં. શહેરના જાણીતા કાર્ડિયો-સર્જ્યને નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ હકીકત છે કે ઉદ્ધવ ઠાકરે છેલ્લાં ઘણાં અઠવાડિયાંથી અને ખાસ કરીને રાજ્યમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ તથા શપથવિધિને લીધે ઘણા સ્ટ્રેસમાં છે. તેમણે ખેડૂતોને થતી તકલીફ જેવા સંવેદનશીલ મુદ્દાઓને હાથમાં લીધા હતા અને એને માટે તેમણે વિરોધીઓનો સામનો પણ કરવો પડ્યો હતો.’

ઉદ્ધવ ઠાકરેએ તેમની હેલ્થને ધ્યાનમાં રાખતાં નિયમિત ચેકઅપ કરાવવું જરૂરી છે અને ડાયટ યોગ્ય રીતે કરીને કસરત પણ નિયમિત કરવી જરૂરી છે, નહીં તો તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે એવી સલાહ નિષ્ણાતે આપી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

લીલાવતી હૉસ્પિટલમાં ઉદ્ધવ ઠાકરેનું જે ડૉક્ટરે ઑપરેશન કર્યું હતું એ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. સૅમ્યુઅલ મૅથ્યુ કાલારિકલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉદ્ધવ મારા સંપર્કમાં છે અને દર 6 મહિને તેઓ ચેકઅપ માટે આવે છે. અમે હાલમાં તેમની બધી ટેસ્ટ કરી હતી અને તેમના તમામ રિપોર્ટ સામાન્ય આવ્યા હતા.

mumbai news uddhav thackeray maharashtra