બાળાસાહેબ ઠાકરેના શિવાજી પાર્ક ખાતે બનનારા સ્મારકનું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કર્યું ભૂમિપૂજન

01 April, 2021 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કાર્યક્રમનું લાઇવ બ્રૉડકાસ્ટ કરવામાં આવ્યું હતું

ગઈ કાલે સવારે ઇન્ટરનૅશનલ એરપોર્ટ પાસે શિવાજીના પૂતળાને નમન કરીને આશીર્વાદ લઈ રહેલા રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે. (તસવીર: પી.ટી.આઇ.)

શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેના રાષ્ટ્રીય સ્મારકનું શિવાજી પાર્ક ખાતે નિર્માણ થવાનું છે. ગઈ કાલે હિન્દુ પંચાંગ મુજબ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેના એ ભવ્ય સ્મારકનું ભૂમિપૂજન કર્યું હતું. કોરોનાને કારણે ઓછા લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જોકે એનું લાઇવ બ્રૉડકાસ્ટ કરવામાં આવ્યું હતું. ૪૦૦ કરોડના ખર્ચે બનનારું આ સ્મારક હાલ જ્યાં મેયરનો બંગલો છે ત્યાં બનાવવામાં આવશે. ત્યાં સ્મારક બનાવવા બાળાસાહેબ ઠાકરે નૅશનલ મેમોરિયલ ટ્રસ્ટ બનાવાયું હતું. હવે એ બંગલો એ ટ્રસ્ટને આપવામાં આવ્યો છે. આ સ્મારક બે તબક્કામાં બનાવવામાં આવશે. પહેલા તબક્કામાં સ્મારકના ભવનનું એક્સ્ટિરિયર આર્કિટેક્ચર, ઇન્ટીરિયર, પાર્કિંગ, ગાર્ડન, રેઇન વૉટર હાર્વેસ્ટિંગ અને અન્ય બાબતોને સાંકળી લેવાશે. બીજા તબક્કામાં લેઝર શો, ડિજિટલ મૅપિંગ, ઑડિયો-વિઝ્યુઅલ વર્ચ્યુઅલ રિયલિટીનો સમાવેશ થશે. સ્મારકના ભૂમિપૂજન વખતે ઉદ્ધવ ઠાકરેએ ડબલ માસ્ક પહેર્યા હતા.

mumbai mumbai news uddhav thackeray bal thackeray