૨૯ લોકોની સુરક્ષામાં ફેરફાર કરાયો

26 December, 2019 02:11 PM IST  |  Mumbai Desk

૨૯ લોકોની સુરક્ષામાં ફેરફાર કરાયો

મહારાષ્ટ્રમાં કેટલાય વીવીઆઇપીની સુરક્ષામાં ફેરફાર કરાયો છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના દીકરા અને શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરેની સુરક્ષાને વધારી દેવામાં આવી છે, તો સચિન તેન્ડુલકર સહિત કેટલાય લોકોની સુરક્ષામાં ઘટાડો કરાયો છે.

મહારાષ્ટ્રમાં ૯૭ લોકોને સુરક્ષા મળે છે, જેમાંથી ૨૯ લોકોની સુરક્ષામાં ફેરફાર કરાયો છે. તેમાં કેટલાય લોકોની સુરક્ષાને હટાવી દેવામાં આવી છે. સચિન તેન્ડુલકર, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાઇક અને વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમની સુરક્ષાને ઘટાડી દીધી છે.
આ ફેરફારમાં ખતરાને જોતાં ૧૬ લોકોને સુરક્ષા અપાઈ છે, ત્યાં શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરેની સુરક્ષાને રૂ+થી વધારીને ઢ કરાઈ છે. જોકે પૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરની સુરક્ષા ઠ શ્રેણીથી ઓછી કરી દેવામાં આવી છે. હવે તેમની સાથે ચોવીસ કલાક પોલીસકર્મી હશે નહીં પરંતુ એસ્કૉર્ટ રહેશે.
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાઇકની સુરક્ષાને ઢ+થી ઘટાડીને ઠ કરાઈ છે. વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમની સુરક્ષાને ઢ+થી ઘટાડીને રૂ કરી દેવાઈ છે. આ સિવાય બીજેપી નેતા એકનાથ ખડસેની રૂ સિક્યૉરિટીથી એસ્કોર્ટને હટાવી દેવાઈ છે.

sachin tendulkar uddhav thackeray aaditya thackeray shiv sena