જાણો કેવી હોય છે બિઝનેસમેન મુકેશ અંબાણીની સિક્યોરિટી

22 June, 2019 09:55 AM IST  | 

જાણો કેવી હોય છે બિઝનેસમેન મુકેશ અંબાણીની સિક્યોરિટી

મુકેશ અંબાણીની સિક્યોરિટી

દેશના સૌથી ધનિક હોવાની સાથે સૌ કોઈને તેમની લાઈફ સ્ટાઈલ વિશે જાણવામાં રસ હોય છે. આપણે મુકેશ અંબાણી અને તેમના પરિવારની લાઈફ સ્ટાઈલ વિશે જાણતા જ હોઈશું પણ શું તમને ખબર છે મુકેશ અંબાણી જ્યારે રસ્તા પર નીકળે છે ત્યારે તેમની સિક્યોરિટી કેવી હોય છે ? મુકેશ અંબાણી જ્યારે રસ્તા પર નીકળે છે ત્યારે તેમની સાથે તેમની સિલેક્ટેડ ગાડીઓનો કાફલો હોય છે જે તેમની આગળ પાછળ રહે છે. મુકેશ અંબાણીના કાફલામાં લક્ઝુરિયસ ગાડીઓની એક વિશેષ સિરીઝ જોવા મળે છે.

BMW 760 Li

BMW 760 Li પોતાના પરફોર્મન્સ સાથે જ તેના સેફ્ટી ફિચર્સ માટે જાણીતી છે. BMW 760 Liની આ દમદાર ગાડી બુલેટપ્રૂફ કોટિંગ સાથે આવે છે. અંબાણી પાસે જે BMW 760 Li છે તેની કિંમત 8.5 કરોડ રૂપિયા છે. આ ગાડીના દરવાજાનો વજન 150 કિલોગ્રામ હોય છે. સેફ્ટીને ધ્યાનમાં રાખતા આ ગાડીમાં સેલ્ફ-સપોર્ટીંગ રન ફ્લેટ ટાયર્સ આપવામાં આવ્યા છે જેના કારણે પંચર પડ્યા પછી પણ ગાડી ચલાવી શકાય છે.

Rolls Royce Cullinan

અંબાણી પરિવાર તરફથી Rolls Royce Cullinanનો ઉપયોગ વધારે કરાતો નથી જો કે, ઘણા અવસર પર અંબાણી પરિવારના કાફલા સાથે નજર આવે છે. Rolls Royce Cullinan, Land Rover Discovery અને BMW X5 અંબાણીની સિક્યોરિટીના ભાગરૂપે ઘણીવાર જોવા મળે છે.Rolls Royce Cullinanની શરૂઆતી કિંમત 6.95 કરોડ છે. ભારતીય બજારમાં વેચાતી સૌથી મોંઘી suv છે. આ ગાડીઓમાં ઘણા પ્રિમિયમ ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ગાડીને કસ્ટમાઈઝ પણ કરી શકાય છે. 

આ પણ વાંચો: Flipkart ના સેલર્સ માટે સારા સમાચાર, બેન્કોમાંથી મળશે તત્કાલ લોન

Mercedes Benz S Guard

Mercedes Benz S Guard ગાડી Maybach S600નું અપગ્રેડેડ વર્જન છે. મુકેશ અંબાણીએ આ ગાડી 2015માં ખરીદી હતી. આ એક આર્મ્ડ કાર છે. મુકેશ અંબાણી પહેલા ભારતીય જેમની પાસે આ ગાડી છે. આ ગાડીની કિંમત આશરે 10.5 કરોડ રૂપિયા છે.

mukesh ambani business news gujarati mid-day